________________
આનંદઘન પદ - ૨૨
૧પ૯
વળી પ્રશ્ન થાય છે કે પહેલાં સંસારી હતાં અને પછી સિદ્ધ થયાં કે પહેલાં સિદ્ધ હતાં અને પછી સંસારી થયાં ?
વ્યક્તિ વિશેષ પહેલાં સંસારી જરૂર હતી અને પછી તે વ્યકિતવિશેષ સિદ્ધ થયાં. પરંતુ એ વ્યકિતવિશેષ સિદ્ધ થયાં કેમકે ત્યારે પણ અન્ય સિદ્ધ ભગવંતોનું અસ્તિત્વ હતું અને એ સિદ્ધોએ પ્રરૂપેલા - કંડારેલા સિદ્ધ બનવાના સાધનામાર્ગ - મોક્ષમાર્ગનું અસ્તિત્વ હતું. વ્યક્તિવિશેષ પહેલાં સંસારી અને પછી સિદ્ધ પણ સમષ્ટિગત સંસારી અને સિદ્ધોનું અસ્તિત્વ અનાદિ અનંત શાસ્વતકાલીના છે. શાસ્ત્રવિધાન છે કે જયારે પણ પ્રશ્ન પૂછવામાં આવશે કે કેટલાં જીવો. આજ દિવસ સુધીમાં સિદ્ધ થયાં ત્યારે ત્રણેય કાળમાં એનો જવાબ એ જ હશે કે એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષે ગયો છે. જેમ બે અંકોની સંખ્યા ૧૦ થી લઈ ૯૯ સુધીની નેવું છે, ત્રણ અંકોની સંખ્યા ૧૦૦ થી લઈ ૯૯૯ સુધીની હજાર છે, ચાર અંકોની સંખ્યા ૧૦૦૦ થી લઈ ૯૯૯૯ સુધીની દશ હજાર છે એમ સંખ્યાતી સંખ્યાના સંખ્યાત, અસંખ્યાતી સંખ્યાના અસંખ્યાત અને અનંતી સંખ્યાના અનંતા ભેદો છે. એક કરોડનો માલિક પણ કોટ્યાધિપતિ કહેવાય અને ૯૯ કરોડનો માલિક પણ કોટ્યાધિપતિ કહેવાય તેવી આ વાત છે.
સંસારી - પૂર્વાશ્રમમાં સંસારી નહિ હોય એવો સિદ્ધનો જીવ નથી પરંતુ સિદ્ધના જીવોને સંસાર નથી અને તેઓ સંસારી નથી. તેમ તેમનું ફરી અવતરણ નથી. વળી સ્યાદ્વાદશૈલીથી સાપેક્ષ વિચારણાથી વસ્તુતત્ત્વનું અવલોકન કરીશું તો સંસારીની અપેક્ષાએ સિદ્ધના કર્મરહિત, પુલમુક્ત સિદ્ધાત્મા છે તો એ સિદ્ધાત્માની અપેક્ષાએ કર્મસહિત, પુલયુક્ત સંસારી જીવો છે.
કોઈક કૃતિ (કરણી) છે તો પછી તે કૃતિનો કોઈ રચયિતા - કરનાર એવો કર્તા હોવો જ જોઈએ અને જો કર્યા છે તો તેના થકી ક્રિયા જરૂર થવાની અને તે કોઈક કરણી (કૃતિ) રૂપે પરિણમવાની. પરંતુ એ સાથે એ પણ લક્ષમાં રાખવાનું છે કે વૈયકિતક કૃતિનો વૈયક્તિક કર્તા છે પરંતુ એ વ્યકિતવિશેષ એના કર્તાભાવના અહંનો ત્યાગ કરી માત્ર જ્ઞાતા દૃષ્ટા ભાવમાં રહે તો નવી કૃતિનું નિર્માણ થતું નથી કારણ કે તે અકર્તા થઈ માત્ર જ્ઞાતા-દષ્ટા રહ્યો છે. એટલે
કુર્લભતાનું ભાન દુવ્યર્યને અટકાવે છે.