________________
૧૬૨
આનંદઘન પદ - ૨૨
મતિના આધારે એવો મત ઊભો થયો કે સૃષ્ટિના સૃજનહારે એટલે કે ઈશ્વરે આ બધી માયા ઊભી કરી છે. એ ઈશ્વરલીલા છે.
જગતની ઉત્પત્તિ કરનાર, તેનો પ્રલય કરનાર, અને જીવોના જીવનને નિભાવનાર એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું સંચાલન કરનાર કોઈ સંચાલક નિયામક કે જેઓ દેવી ઈન્વરીય શક્તિવાળા અવતરીય પુરષો છે, એમના હાથમાં આ બધીય સત્તા સોંપી દીધી અને પાછું જણાવ્યું કે એ તો નિરાકારરૂપે રહીને આ બધી વ્યવસ્થા ઉપર નજર રાખી નિયામક તરીકે નિયમન કરી રહ્યાં છે. વળી જણાવ્યું કે જગતમાં જેટલાં પદાર્થો છે તે બધાંયમાં મુજ પૂર્ણના અંશ રહેલાં છે.
આ ઈશ્વરીય કર્તુત્વવાદ સામે જ આ પદમાં પ્રસ્તુત થયેલાં પ્રશ્નોની હારમાળા ખડી થાય છે અને યક્ષપ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કીરતાર એવાં ઈશ્વરનો કર્તા કોણ અને એને જન્મ કોણે આપ્યો ? એની પરંપરામાં પ્રથમ કોણ જગ્યું? એના ઠામ, ઠેકાણા, ગામ, દેશ, ક્ષેત્ર, માતપિતા, દાદા પરદાદા, કુળ, વંશ, ગોત્ર પણ હોવા તો જોઈએ ને ? એનું મૂળ કોઈ શોધી શકયું નથી અને એનું માપ આજ દિ' સુધી કોઈથી કઢાયું નથી. છતાં “ધકેલ પંચા દોઢસો'' એ જે કહેવત ચલણમાં છે કે ત્રીસ વખત પાંચને ઠેબે ચડાવતાં - ધકેલતાં દોઢસો થયાં એમ વાત વધતાં વધતાં વાતનું વતેસર થઈ ગયું. પરિણામે માનવીના માનસને જડ બનાવી ગુમરાહ કરી દીધાં. એટલુંય વિચારતા નથી કે
જ્યાં કર્તાપણું છે ત્યાં કર્મ છે અને કર્મ છે ત્યાં કર્મફળ ભોગવવાપણું છે. અને વાતનું વતેસર તા એટલું થયું કે પાપ કરનારો પાપી પણ પંડને નિર્દોષ સમજી, એવું માનવા અને મનાવવા લાગ્યો કે ઉપરવાળા ઈશ્વરે મને જેવું સુઝાડ્યું અને કરાવ્યું તેમ મેં કર્યું. આમ પોતાના દોષોનો આખોય ટોપલો - ભાર ઈશ્વર ઉપર ઢોળી દીધો.
આ અંધાપનમાંથી નાસ્તિકવાદી ચાર્વાકે એનો નાસ્તિક ચાર્વાકમત ઊભો કર્યો કે પાપ, પુણ્ય, સુખ, દુ:ખ, સ્વર્ગ, નરક, બંધ, મોક્ષ, ઈશ્વર એ બધી વાતો તો ઢંગધડા વિનાની હંબક-બોગસ છે. આ વિશ્વમાં જે ચાલી રહ્યું છે,
મનુષ્યભવ આત્માના સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે મળેલ છે.