________________
આનંદઘન પદ - ૨૨
૧૬૩
દેખાય છે તે જ વ્યવસ્થિત છે માટે આ વિશ્વમાં બધું ય ભૂલી જઈને ખાઈપીને મજા કરો. Eat, drink and be marry.
આવી તરેહ તરેહની વાતો - વિચારોવાળી મતિ બુદ્ધિધારકોમાં ઘુસાડી દઈ બુદ્ધિને માયાવી કુબુદ્ધિ બનાવી સનાતન સત્ય આત્મધર્મ - સ્વરૂપ વિજ્ઞાનમાં ભેદો ઊભાં કરાવી ધર્મતત્ત્વને ખંડિત કરી નાખ્યું.
સૂર્ય ચંદ્ર એ બંને જ્યોતિષદેવો છે. એમની આતાપનાથી તપતી પ્રકાશતી સૃષ્ટિમાં જે સૂર્યચંદ્રની શીતળ આતાપનાની શીતળતા અને પ્રકાશિતતા છે તેનાથી અનંતગુણી શીતળતા અને પ્રકાશકતા તો અંતરતમમાં તપતા આત્મતેજમાં છે. એ આત્મતેજની પ્રદીપ્તતા તો એવી અનૂપ છે કે જગતના કોઈપણ ઉપમેય પદાર્થની ઉપમા આપી સરખાવીને સમજાવી નહિ શકાય એવી અનુપમ છે. જગતના દીવા તો કોડિયા, તેલ, વાટથી ટમટમનારા ટમટમીયા છે. હવાનું ઝોકું આવે અને ઓલવાય જાય એવાં આ જીવનપ્રાણના જીવનદીપ છે, જે આયુકર્મનું તેલ છે ત્યાં સુધી એ ટમટમે છે પણ જયાં આયુપ્રાણનું તેલ ખૂટે છે ત્યાં જ નિદ્માણ થતાં જીવનદીપ બુઝાઈ જાય છે. કવિ નરસિંહ ભગતે પણ કહ્યું છે....
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી,
અચળ ઝળકે સદા અનલ દીવો; નેત્ર વિણ નીરખવો, રૂપવિણ પરખવો,
વણ જીર્વે રસ સરસ પીવો
અકળ અવિનાશી એ નહિ જ જાએ કળ્યો. તારો આત્મા જે આત્માથી જ ગમ્ય છે એવો આપણા સહુનો આગમાં અગમ અને અનુપમ છે એને સ્વયં જે આનંદનાઘન સ્વરૂપ છે અને જેણે એને જાયો છે, માયો છે તેવાં પ્રગટ પરમાત્મા વીતરાગ સર્વજ્ઞ તીર્થંકરના વચનો આગમવચનો ઉપર રૂચિ ધરી શ્રદ્ધાવંત થઈ દઢમતિ વાળો થા કે આ બધીયા રમત (ખેલો) સાદિ સાન્તપૂર્વક અનાદિ અનંત ચાલનારી શાશ્વત છે અને સ્વયં સાદિ અનંત શાસ્વત ભાવાવંસ્થાને પામ !
જ્ઞાયકની વિચારણાથી બુદ્ધિ સૂક્ષ્મ બને છે અને સંકલ્પ વિકલ્પનું બળ તૂટે છે.