________________
આનંદઘન પદ - ૨૨
૧૬૧
આમાં પ્રથમ જોગ કર્તાનો થયો કે પછી કારણોનો થયો.? માની લઈએ કે પહેલાં કોડિયું, તેલ, વાટ, દીવાસળી આદિ દીપપ્રાગટ્ય જોગ સામગ્રી ઉપલબ્ધ થઈ ગઈ પરંતુ જ્યાં સુધી દીવાસળી ચાંપી દીપ પ્રગટાવનાર કાર્યકર (કર્તા)નો જોગ બેસશે નહિ ત્યાં સુધી દીપ પ્રગટ થશે નહિ. આમ આધાર, આધેય અને ગુણકાર્ય (કરણી) અર્થાત્ કર્તા, કારણ અને કાર્ય એ ત્રણના સંયોગ - ત્રિવેણી સંગમથી પરિણમન છે એટલે કે વિશ્વ વ્યવસ્થાક્રમનું સંચાલના - પ્રવહન છે. એમાં કર્તા, કારણ અને કરણી (કાર્ય) બદલાતા રહેતાં હોવાથી પરિણમનની વિવિધતા છે. આમ જગત સાદિ સાન્તપૂર્વક અનાદિ અનંત છે. ઘટના (બનાવ) થી જગત સાદિ-સાન્ત છે પણ અસ્તિત્વ (પ્રવાહ)થી અનાદિ અનંત છે.
એક વલય - બંગડી છે, તેના આદિ કે અંત જેમ શોધી શકાતા નથી, તેમ આ વિશ્વ પણ એક કાળચક્ર હોઈ એના આદિ કે અંત નથી. હા ! એમાં આરોહ અવરોહ, પાતળા જાડાપણું સંભવી શકે છે. ઈંડું પહેલાં કે મરઘી. પહેલાં ? એ પ્રશ્ન જ અસ્થાને છે. એ અન્યોન્ય અવિનાભાવિ સંબંધે છે. મૂળનું મૂળ નહિ હોય તેમ ફળનું ફળ નહિ હોય. હા ! બીજમાં ફળ રહેલું હોય. છે, તેથી જ તે બીજ ફળ રૂપે વિકસે છે - પરિણમે છે અને પાછું એ ફળમાંથી બીજની પ્રાપ્તિ થાય છે, જેમાંથી પાછા અન્ય ફળોની પ્રાપ્તિ થાય છે, તે સંસારચક્ર છે. આને સંતતિયોગ પણ કહે છે. આ સંસારચક્ર જે વિષચક્ર છે, તેને ધર્મચક્રરૂપે પ્રવર્તાવીએ તો એ સંસારચક્ર - વિષચક્રમાંથી અમૃતચક્રરૂપે પરિણમે, જેથી સહજ સ્વ-પરનું કલ્યાણ થાય અને ચક્રાવામાંથી છૂટકારો થતાં - મોક્ષ થતાં અમરત્વની પ્રાપ્તિ થાય. જન્મમરણથી છૂટી અજન્મા બનાય. અનાદિના સંસારનો અંત આણી સાદિ અનંતમાં સ્થિત, સ્થિર અને અક્રિયા સ્વરૂપ રમમાણ રહેવાય.
આ પદનો ઉપસંહાર કરતાં પદનો બોઘ શું છે એ જણાવતાં યોગીરાજજી કહે છે કે......
કૃતિની કરણીનો કોઈ કીરતાર જરૂર હોવો જોઈએ, એવી કપોળ કલ્પિત
જ્ઞાની પ્રવૃત્તિ બદલવા કરતાં વૃત્તિ બદલવા કહે છે.