________________
૧૫૮
આનંદઘન પદ - ૨૨
જે નરમ છે, કરકરો છે, પાણીમાં ઓગળે છે, સ્વાદમાં ખારો છે તેને મીઠા (નમક) તરીકે ઓળખાવીશું.
આ વાત રસાયણશાસ્ત્રના અભ્યાસીને ઝટ સમજાઈ જાય એવી છે.
આમ આધાર આધેય સહિત છે અને આધેય આધાર રહિત નથી હોતો એવો આધાર આધેયનો અવિનાભાવી સંબંધ છે.
હવે આ આધાર - મૂળ વિશે વિવિધ પ્રશ્નો ઉદ્ભવે છે કે...
મુરગી (કૂકડી) પહેલી કે ઈંડુ પહેલું કે પછી ઇંડુ મૂકનારી મરઘીને ફળવતી કરનાર મુરઘો પહેલો ? ભાઈ ! મુરગી વગર ઈંડુ નથી અને મરઘા વિના મરઘી નથી.
ભૂરતા બીજ વિના નહીં રે, બીજ ન ભૂરા ટાર; નિસિ બિન દિવસ ઘટે નહીં પ્યારે, દિન વિન નિસિ નિરધાર.૨.
ખેતરમાં લહેરાતા જુવાર બાજરી મકાઈના ભૂટ્ટા (ભૂરા-ડુડા) માં જ દાણા-બીજ રહેલાં છે પણ તેની ઉત્પત્તિ - ફાળ (પાક) તો બીજ (દાણા)નું વાવેતર ! કર્યું તો થયું ને ? પાછું એ પણ એટલું જ સત્ય છે કે ભૂટ્ટા (ડુડા) વગર બીજની પ્રાપ્તિ નથી. અર્થાત ડુંડાને ટાળી (ટાર)ને બીજની પ્રાપ્તિ કરવી શકયા નથી.
એવોજ પ્રશ્ન હવે થાય છે કે રાત્રી પહેલી કે દિવસ પહેલો ? અહીં નિસિ-રાત્રી કહેવા દ્વારા પૃચ્છા એ છે કે માદા (નારી) પહેલી કે દિવસ કહેવા દ્વારા પૃચ્છા કરી કે પુરુષ (નર) પહેલો ? રાત્રી (માદા) વિના દિવસ ઘટે નહિ અને દિવસ (પુરુષ) વિના રાત્રી નિરાધાર છે એટલે કે દિવસ વિના રાત્રીનું અસ્તિત્વ ઘટી શકે નહિ. આ પ્રતિપક્ષી ભાવો છે, જેમાં એકબીજાની અપેક્ષાએ છે. અતિથી નાતિની સિદ્ધિ છે તો નાતિથી અતિની સિદ્ધિ છે.
સિદ્ધ સંસારી બિન નહીં રે, સિદ્ધ બિના સંસાર, કરતા બિન કરની નહીં પ્યારે, બિન કરની કરતાર. વિ...૩.
ક્રિયાનું ફળ તત્કાલ છે. ભાવનું ફળ ભવાંતરે - કાળાંતરે છે.