________________
૧૫૬
આનંદઘન પદ - ૨૨
કુળ પૂછવા જેવી કે પછી સાગરની ઉત્પત્તિ અને નિષ્પત્તિનો તાગ કાઢવા જેવું છે. મૂળનું મૂળ કેમ કરીને મળે ? મૂળભૂત તત્ત્વો - મૂળભૂત દ્રવ્યો એ મૂળથી જ અનાદિ છે. તેથી જ જે અનાદિ અનુત્પન અવિનાશી નિષ્પન્ન સ્વયંભૂ સ્વયંસિદ્ધ છે તેને દ્રવ્ય કહ્યું. એની આદિ પણ નથી અને અંત પણ નથી.
સિદ્ધાંત એ છે કે કાર્ય કારણની પરંપરા (શૃંખલા)માં મૂળ કારણનું કારણ ન હોય અને અંતિમ કાર્યનું કાર્ય ન હોય. જીવસૃષ્ટિની વાસ્તવિકતા એ છે કે મૂળનું મૂળ ન હોય અને ફળનું ફળ ન હોય. જો મૂળનું મૂળ હોય કે ફળનું પાછું ફળ હોય તો એને મૂળ કે ફળ કહેવું એ મૂર્ખતા ગણાય.
આધારનો આધાર ન હોય. એ સ્વયં જ પોતે પોતાના આધારે હોય. એમ હોય તો જ તે બીજાનો આધાર બની શકે. આધાર જો કોઈના આધારે હોય તો તે અન્યનો આધાર બની શકે નહિ કારણ કે તે અન્યના આધારે હોવાથી એ પોતે જ આધાર બનવાને બદલે આઘેય બની જાય. તેથી દ્રવ્યાનુયોગમાં દ્રવ્યના ક્ષેત્ર ક્ષેત્રી સંબંધી વિચારણામાં આકાશને ક્ષેત્ર-આધાર બતાવ્યા પછી આકાશ પોતેજ પોતામાં રહેલ છે અને પોતે જ પોતાનો સ્વયં અધાર છે એમ જણાવ્યું.
આજ મૂળની, વિશ્વની અનાદિ અનંતતાની વિચારણાનો શ્રોતા યોગીરાજજીએ આ પદમાં હવે પછીના ચરણોમાં વહેતો રાખી વિવિધ વિચારણાથી જૈન દર્શનના વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોની વીતરાગવાણીથી વહેતા થયેલાં સ્યાદ્વાદ, અનેકાન્તવાદ, સાપેક્ષવાદ ગર્ભિત વસ્તુ સ્વરૂપ નિરૂપણનું પ્રકાશન
કર્યું છે.
બિન આધે આધા નહીં રે, બિન આધેય આધાર; મુરણી બિન ઈs નહીં પ્યારે, યા બિન મુકી નાર. વિ.૧. | વિશ્વ સમસ્તની સર્વ વસ્તુ દ્રવ્ય ભાવાત્મક છે. વસ્તુ છે તો તેનું મૂળ સ્વરૂપે હોવાપણું જે પિંડરૂપ - અસ્તિકાયરૂપ છે તે substance • matter એ દ્રવ્ય છે. હવે દ્રવ્ય છે તો તેની કોઈ Properties વિશેષતા - ગુણધર્મ હોવા જોઈએ. વસ્તુના - દ્રવ્યના આ ગુણધર્મો તે એ વસ્તુ ભાવ કે વસ્તુની
પુણ્યના ઉદયકાળમાં શુદ્ધ અગત્યની અને મહત્વની છે.