________________
૧૫૦
આનંદઘન પદ - ૨૧
કદાગ્રહ છે. યોગીરાજજીએ અનંતનાથજી ભગવાનની સ્તવનામાં ગાયું છે.....
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઈ રાચો. ધાર..
આત્માને, કર્મજનિત અવસ્થાથી, પર્યાયાર્થિકનયની અપેક્ષા એ રૂપી કહી શકાય. આત્માને, કર્મરહિત શુદ્ધાવસ્થાની અપેક્ષાએ દ્રવ્યાર્થિકનયથી અરૂપી કહી શકાય. આમ આત્મા એની અવસ્થામાં અવસ્થિત અવસ્થાએ પર્યાયાર્થિકનયથી રૂપી છે પરંતુ પ્રત્યેક અવસ્થાના અધિષ્ઠાતા આધારભૂત દ્રવ્ય ઘુવતત્વની અપેક્ષાએ દ્રવ્યાર્થિવનચના દષ્ટિકોણથી અરૂપી છે. સિદ્ધાવસ્થાની કર્મમલ રહિત નિર્મળ શુદ્ધાવસ્થામાં આત્મા અરૂપી છે અને અરૂપી અવસ્થા હોવાથી રૂપી એવું જડ કર્મ પછી એ અરૂપીને ચોંટતું નથી. રૂપી કયાં તો રૂપીને ચોંટે છે કે પછી રૂપારૂપીને ચોંટે છે. કર્મસહિતની આત્માની. સંસારી જીવાવસ્થા જે અનાદિની છે તે તેની રૂપારૂપી અવસ્થા છે.
આત્માને પર્યાયાર્થિકનયથી ક્ષણિક અનિત્ય કહ્યો છે જે બોદ્ધમત છે. તો બીજી બાજુ આત્માને એની સત્તાગત ટેકાલિક શુદ્ધ પરમપારિણામિક ધ્રુવ અવસ્થાની અપેક્ષાએ દ્રવ્યાર્થિકનયના દૃષ્ટિકોણથી નિત્ય શુદ્ધ સનાતન કહ્યો છે જે વેદાંતીઓનો મત છે. જ્યારે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે, જન્મે છે અને મરે છે તે અવસ્થા - પર્યાય છે, જે ધ્રુવ તત્વના આધારે છે. એટલે જ જેનદર્શને - વીતરાગ ભગવંતોએ દ્રવ્યની વ્યાખ્યા કરતાં કહ્યું કે -
(૧) જેનું દ્રવણ થયાં કરે છે તે દ્રવ્ય. ‘દ્રવતિ તિ દ્રવ્યન’ (२) उत्पादव्यय ध्रौव्य युक्तं सत् (૩) ગુણપર્યાય થવું દ્રવ્યનું (૪) અથાિવારી (५) सत् द्रव्य लक्षणम्
ચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ એ આત્માની સ્મશાનયાત્રા છે.