________________
આનંદઘન પદ - ૨૧
૧૪૯
બની મહાપાપી બની રહ્યાં છીએ. કળિયુગ, પાંચમો હુંડા અવસર્પિણીનો ભસ્મગ્રહથી દુષિતકાળનો આ દુગ્ધભાવ હશે, એવું ઠાલું આશ્વાસન લેવાનું રહે છે. સીમંધર ભગવંત તેડા મોકલે અને એમના ચરણોમાં મહાવિદેહ વસીએ તો આમાંથી છૂટીએ કે પછી કોઈ યુગપુરુષ અવતરે અને આપણને આ ચૂંગાલમાંથી છોડાવે તો જ છૂટાય એમ છે. ધર્મસ્થાનમાં ધર્મ નથી. “વત્યુ REવો ધબ્બો'' વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ એ દ્રવ્યાનુયોગની કલમથી આત્માનો આત્મ સ્વભાવ એ જ આત્મઘર્મ. આત્માનો આત્મધર્મ - આત્મસ્વભાવ - આત્મગુણ - સ્વરૂપગુણ આત્માએ આત્મામાંથી જ પ્રગટાવવાના છે. પ્રમાણ એ છે કે આત્મા સાકિસાન પૂર્વક અનાદિ અનંત છે તેથી તે એની સાદિ અનંત શાશ્વત સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરી શકે છે, જે પ્રાપ્તની પ્રાપ્તિ છે અને તેની પ્રાપ્તિના સર્વ પ્રયત્નો જયાં પણ થતાં હોય, જે પણ મતથી થતાં હોય અને જે કોઈ વડે થતાં હોય ત્યાં આત્મધર્મ પ્રવર્તન છે અને તેનો પૂરેપૂરો આદર કરવો જોઈએ. પછી ત્યાં જાતિ, લિંગ, દેશ, વેશના ભેદ ભૂંસાઈ જવા જોઈએ. આપણે ભેદમાં ભેદ નથી પાડવાના પણ ભેદમાં અભેદ રહી અભેથી અભેદ થવાનું છે. આનંદઘનજી મહારાજશ્રી વાસુપૂજયજિન સ્તવનમાં ગાઈ રહ્યાં છે....
નિરાકાર અભેદ સંગ્રાહક, ભેગ્રાહક સાકારો રે; દર્શનજ્ઞાન ભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારો રે. વાસુ..
એ માટે વીતરાગ ભગવંતે અનેકાન્તવાદ, સાપેક્ષવાદ અને સ્યાદ્વાદ દર્શના આપ્યા છે. દેવચંદ્રજીએ પણ શુદ્ધ સ્યાદ્વાદતાના ભાવ પ્રાર્થતા ગાયું છે......
વિનતિ માનજો, શકિત આપજો, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે; સાથી સાધકદશા, સિદ્ધતા અનુભવી,
દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. તાર... અન્ય નય (દષ્ટિકોણ)નો અપલાપ કર્યા વિના કોઈ એક નય (મત)થી થતી વિચારણા એ સુનય છે. અન્યથા કોઈ એક નયથી એકાંતિક વાત કરવી અને અન્યનય અન્યમતને અમાન્ય રાખવા તે દુર્નય છે. એ મતાગ્રહ-હઠાગ્રહ
પોતાના ઉપયોગમાં પરમાત્મસ્વરૂપ ઘૂંટી ઘૂંટીને કર્મના ઉદયને નિષ્ફળ બનાવવાનો છે.