________________
આનંદઘન પદ
-
૨૧
૧૫૧
(૧) જીવાસ્તિકાય (૨) પુદ્ગલાસ્તિકાય (૩) ધર્માસ્તિકાય (૪) અધર્માસ્તિકાય (૫) આકાશાસ્તિકાય અને (૬) કાળ એમ છ મૂળભૂત દ્રવ્ય Basic Elements - મૂળ તત્ત્વ છે. એમાં કાળ અપ્રદેશી એવું ઔપાચારિક દ્રવ્ય છે. આખુંય બ્રહ્માંડ આ મૂળતત્ત્વોથી છે.
જે દ્રવે છે એટલે પલટાયા કરે છે અને જે ત્રિકાલાબાધિત સત્ છે નિત્ય છે તે દ્રવ્ય છે. એ ઉત્પાદવ્યયધ્રૌવ્ય યુકત છે એટલે એ ઉત્પાદ પામે છે, વ્યય થાય છે અને ધ્રુવ રહે છે. ધ્રુવ હોય છે ત્યારે પણ ઉત્પાદ વ્યય પર્યાયાંતર થતું રહે છે અને ઉત્પાદ વ્યય પર્યાયાંતર થવા સમયે પણ ધ્રુવ ધ્રુવજ રહે છે. વળી એ દ્રવ્ય ગુણ અને પર્યાયથી યુકત છે. ગુણ એ દ્રવ્યનો સદ્દભાવી પર્યાય (અવસ્થા) છે અને પર્યાય એ ક્રમભાવી છે. ઉત્પન્ન છે તે પર્યાય છે, સંપન્ન છે તે ગુણ છે અને નિષ્પન્ન (સ્વયંભૂ) છે તે દ્રવ્ય છે. દ્રવ્ય એ ગુણનો આધાર છે અને ગુણ એ પર્યાયનો આધાર છે. દ્રવ્યની ઓળખ એના ગુણથી છે અને ગુણની ઓળખ એના પર્યાયથી છે. ગુણ કાર્ય એ ગુણનો પર્યાય છે. ગુણ પ્રમાણેનું કાર્ય દ્રવ્ય દ્વારા થાય છે તે દ્રવ્યનો પર્યાય છે.
-
–
-
જેમાં જ્ઞાયકતા વેદકતા છે અને જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ગુણથી યુકત છે તે અસંખ્યાત આત્મપ્રદેશનો પિંડ એ જીવદ્રવ્ય જીવદળ જીવાસ્તિકાય - આત્મા છે. સ્વ-પર પ્રકાશકતા એ એનો વિશેષ ગુણ છે. એવાં અનંતા આત્મા છે.
–
જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે અને ગ્રાહ્ય ગ્રાહકતા જેનો વિશેષ ગુણ છે એ પુદ્ગલ પરમાણુ પુદ્ગલાસ્તિકાય છે. એવા અનંત પરમાણુ છે જે સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ સ્વરૂપ છે. એમાં રૂપ રૂપાંતરતા એટલે પરિવર્તનશીલતા અને ક્ષેત્રક્ષેત્રાંતરતા એટલે પરિભ્રમણતાનો ગુણ હોવાથી રૂપી છે. રૂપી છે તેથી નામ નામાંતરતા છે. જડ છે.
ધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશોનો લોકાકાશ વ્યાપી સ્કંધ છે અને તે સ્થિર, અપરિવર્તનશીલ હોવાથી અરૂપી જડ છે. ગતિસહાયકતા એ એનો
ચૈતન્યસ્વરૂપનું વિસ્મરણ એ ચેતનાનું મરણ છે. આ ભાવમરણ જ દ્રવ્યમરણનું મૂળ છે.