________________
૧પ૨
આનંદઘન પદ - ૨૧
વિશેષગુણ છે.
અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશનો લોકાકાશ વ્યાપી સ્કંધ છે અને તે સ્થિર, અપરિવર્તનશીલ હોવાથી અરૂપી જડ છે. સ્થિતિ સહાયકતા એ એનો વિશેષગુણ છે.
આકાશાસ્તિકાય અનંત પ્રદેશોનો સમુહ એવું અસીમ સર્વવ્યાપી દ્રવ્ય છે. લોકાકાશ અને અલોકાકાશ એવાં તેના બે ભેદ છે. લોકાકાશ અસંખ્યપ્રદેશનો સમુહ, ચૌદ રાજલોકના ક્ષેત્રમર્યાદામાં સીમિત છે જેનો અવગાહના દાયિત્વનો વિશેષગુણ છે.
રૂપી, અરૂપી, ઉત્પાદ, વ્યય, સનાતન ધુવત્વ સમજવા દ્રવ્ય ગુણપર્યાયનું જ્ઞાન હોવું આવશ્યક છે જે ટુંકાણમાં આ રીતે સમજાવ્યું છે પણ વિશેષ વિગતે . જાણવું જરૂરી હોઈ ગુરુગમથી મહોપાધ્યાયજીના દ્રવ્યગુણપર્યાયનો રાસ નામક ગ્રંથથી જાણી લેવું. ગ્રંથ ગુજરાતીમાં છે પણ ગુરુગમથી જાણવાનો આગ્રહ રાખવો, કારણ કે શબ્દના ગુહ્યાર્થ, લક્ષ્યાર્થ અને ભાવની ગમ-સમજણ જ્ઞાની ગુરૂભગવંતોને હોય છે.
અનુભવ અગોચર વસ્તુ રે, જાનવો એહીરે લાજ; કહન સુનનકો કછુ નહીં પ્યારે, આનન્દઘન મહારાજ. નિ.૫.
અનુભૂતિઓ દ્વારા આત્માનું જ્યોતિર્મય પ્રકાશક સ્વરૂપ કે જેમાં જ્ઞાનગુણ અને દર્શનગુણની મુખ્યતા છે, તેનું અનુભવન પ્રગટીકરણ કરવાનું છે. એમાં જ્ઞાન સૂર્ય સમાન તેજસ્વી હોવાથી તેની જલદ દાહક શકિત કર્મોને પ્રબળ આતાપનાની તપ ભઠ્ઠીમાં ધ્યાનાગ્નિથી તપાવી બાળીને ભસ્મીભૂત (રાખ) કરી મૂકે છે. આ શકિત જ્ઞાન ગુણમાં છે.
દર્શનગુણ ચંદ્રના પ્રકાશ જેવો શીતળ, શાતાદાયી, નિર્મળ છે. જ્ઞાનગુણથી જણાય છે અને દર્શનગુણથી દેખાય છે. જ્ઞાનદર્શનગુણ યુગપદ્ કાર્યાન્વિત હોય છે અથવા તો મતાંતરે દર્શનગુણ સામાન્ય હોઈ અને જ્ઞાનગુણ વિશેષ હોઈ, પૂર્ણાવસ્થામાં વિશેષ એવા જ્ઞાનગુણમાં, સામાન્ય એવો દર્શનગુણ સમાઈ જતાં
પર્યાયમાં દ્રવ્યનું બધું જ સામર્થ્ય આવી જવું એ જ કેવળજ્ઞાન છે અને એ જ આનંદ છે.