________________
આનંદઘન પદ - ૨૧
૧૫૩
અભેદ પ્રવર્તન છે. ચારિત્રગુણથી જ્ઞાનદર્શનમાં રમણતા છે. અથવા તો ગુણોનું યથાર્થ સતત્ નિરંતર પ્રવર્તન (કાર્યાન્વિતતા) એ ચારિત્ર છે. પૂણાનંદ વેદનરૂપ પૂર્ણકામ એ તપ છે. આ ચારેય દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની અનંતતા, નિરંતરતા (સાતત્ય) અને પ્રદેશની તથા જ્ઞાનોપયોગ દર્શનોપયોગની અકંપનીયતા (પરમ સ્થિરત્વ) એ અનંતવીર્ય છે. સ્વપ્રકાશકતા, પપ્રકાશકતા, સર્વપ્રકાશકતા અને સર્વોચ્ચપ્રકાશકતારૂપ સ્વભાવનું અને શુદ્ધ, સંપૂર્ણ, સ્વાધીન, સર્વોચ્ચ, શાસ્વત સુખનો અનુભવ એ સ્વાનુભવ સંપન્નતા આત્માની ગમ્મતારૂપ ગોચરતા છે. જે અન્યને માટે અગમ્ય, અગોચર છે. આ જાણવું - માણવું - અનુભવવું - વેદવું એજ આત્માને જાણવાનો એક માત્ર ઈલાજ – ઉપાય છે. કહેનારો કહેવા બેસે તો એ આત્માને કહી શકે એમ નથી અને સાંભળનારો સાંભળવા માંગે તો એ સાંભળી શકે એમ નથી કેમકે એ કહેવા સાંભળવાની ચીજ નથી પણ સંવેદનાની - અનુભવવાની ચીજ છે. લાગણી એનુભવાય છે પણ દર્શાવી શકાતી નથી તેના જેવું છે. એ શ્રુત કે દષ્ટ નહિ પણ અનુભૂત હોય છે. એ આનંદઘન સ્વરૂપ મહારાજા દેવાધિદેવ વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોના પ્રરૂપિત માર્ગે એમના ઈશાનુગ્રહના બળે મતિની ગતિ થતાં સ્વાનુભૂતિ થશે.
પદનો બોધ એ છે કે નય નિક્ષેપાદિ સૈકાલિક આત્મતત્ત્વનું જ્ઞાન કરી દ્રવ્યાનુયોગના જ્ઞાનબળે અનેકાન્તવાદી સ્યાદ્વાવાદી બની ભેદોની વચ્ચે પણ નિરાગ્રહી આત્મગ્રહી અભેદ રહી અભેદથી અભેદ થવાનું છે.
અધ્યાત્મનો માર્ગ એ પરાક્રમ અને ધીરતાનો માર્ગ છે, જેમાં એકલપંડે દેહરૂપી ગુફામાં છુપાયેલા ચૈતન્યતત્ત્વને શોધવા-પામવા, અનુભવવા ઉપયોગને ઊંડાણમાં - અતિઊંડાણમાં - ગહનતર - ગહનતમ ગહરાઈમાં લઈ જવાનો છે. અત્યંત ઊંડાણમાં ઉપયોગને લઈ જતાં અનાદિકાલથી અડ્ડો જમાવીને બેઠેલી, રાગ-દ્વેષના નિબિડ પરિણામ રૂપ ગ્રંથિ, વાઘણની જેમ વિફરીને આત્માને અત્યંત ભય પમાડે છે.
એની પુરી શકિતથી તે સામનો કરે છે. ગ્રંથિના મુખમાં પ્રવેશ કરતાં
પર્યાય એના આધાર દ્રવ્ય આત્માને અનુસરે એ મોક્ષમાર્ગ છે.