________________
૧૪૮
એ ઉત્પાદ સૂચક છે અને ‘મ’ એ મરણ વિનાશ વ્યય સૂચક છે. આમ ‘ૐ’ એ પણ દ્રવ્ય વિષયક વીતરાગ તીર્થંકર ભગવંત પ્રરૂપિત ત્રિપદી
સૂચક છે.
આનંદઘન પદ - ૨૧
-
સર્વાંગી સબ નય ઘની રે, માને સબ પરમાન; નયવાદી પલ્લો ગ્રહી પ્યારે, કરે લરાઈ ઠાન. નિશાની...૪.
જેટલાં વિચારકો, જેટલાં વિકલ્પો તેટલાં અનંતા નયો એટલે કે દૃષ્ટિકોણ Viewpoints હોવાના. ઘણા નયો અને ઘણા મતો છે.
-
સર્વ વિચારકોના સર્વ મતો, સર્વ સિદ્ધાંતો તેમના તે તે દૃષ્ટિકોણ Viewpoint - નય (વિકલ્પ)ની અપેક્ષાએ તે નય સાપેક્ષ સાચા છે અને તે સર્વ સંતપુરુષો, સાધુપુરુષો, યોગીપુરુષો, ઋષિમુનિઓ અને વિદ્વાન પંડીતોએ તેને તે નયસાપેક્ષ પરમાન એટલે પ્રમાણ માન્યા છે.
વસ્તુ તત્ત્વ (દ્રવ્ય) અનેકધર્મી - અનંતધર્માત્મક છે તે લક્ષમાં નહિ લેતાં નય (મત) વાદીઓ જે એકાંતિક વાત કરી પોતાના જ મતનું પૂંછડું પકડી - પલ્લો ગ્રહીને મતાગ્રહી, હઠાગ્રહી, કદાગ્રહી બને છે, તેથી પોતાના જ નય (મત)ના તરાજુ (ત્રાજવા) ના પલડાં (છાબડાં)માં તોલીને પોતાની જ ફૂટપટ્ટીથી વિશ્વ આખાને માપવા કે તોલવાનું હીન સીમિત સંકુચિત માનસ રાખે છે, તે જ લડાઈનું મૂળ બને છે. ઠાન એટલે કે સ્થાનક, મનને ઠારવાનું મઠરૂપ ધર્મસ્થાનક - ધર્મધામ છે. મત ધર્મમત છે. આમ મત ધર્મનો છે, સ્થાન ધર્મનું છે, જ્યાં ધર્મનું પ્રવર્તન થવું જોઈએ અને અધર્મનું નિવર્તન થવું જોઈએ. પરંતુ પોતાના જ મતના કોશેટામાં - પોતાના જ ધર્મમતથી પોતાના જ ધર્મસ્થાનકના બંધી બનેલા, કોશેટામાં પૂરાયેલા સંકુચિત માનસથી મતાગ્રહી થતાં, જેનું કામ
જેનો હેતુ યુદ્ધનિવારણનો અને શાંતિ, સમતા, સહકાર સહયોગ પ્રેમના પ્રસારણનો છે, તે જ અરસપરસ લડી ઝઘડી અંદરોઅંદર એકમેકથી કપાઈ રહ્યાં છે. ધર્મનો હેતુ જ માર્યો જઈ રહ્યો છે. ધર્મની તો અવમાનના, અવહેલના, આશાતના થઈ જ રહી છે પણ આપણે આપણીજ, આપણા સહુમાં રહેલાં ભગવાન આત્માની-પરમાત્માની-આત્મધર્મની, મહા આશાતનાના દોષના ભાગી
દેહરૂપી દેવળમાં છૂપાયેલ પરમાત્મસ્વરૂપ ચૈતન્યપિંડને શોધીને એમાં રમણતા કરવાની છે.