________________
૧૪૬
આનંદઘન પદ - ૨૧
માત્ર રૂપી કહેવામાં, માત્ર અરૂપી કહેવામાં કે માત્ર રૂપારૂપી જ એમ એકાંતિક કથન કરવામાં તો જ્ઞાનીઓએ એમના વીતરાગ નિર્વિકલ્પ પૂર્ણ જ્ઞાનમાં જોઈને કહેલી નવ તત્ત્વની વાતોને - જિનવાણીને મિથ્યા કહેવા જેવો ભયંકર મિથ્યાત્વનો દોષ લાગે છે. વીતરાગ સર્વજ્ઞોના જ્ઞાનકથનમાં અસત્યનો અંશ શું છાંટ પણ હોતી નથી એવી એમની વીતરાગવાણી હોય છે.
સિદ્ધ સનાતન જો કહું રે, ઉપજે વિનસે કૌન; ઉપજે વિનસે જો કહું રે, નિત્ય અબાધિત કૌન. નિશાની.૩.
વસ્તુ અનાદિ અનંતકાળથી જે છે તેમ છે અને હવે પછી અનંતકાળ સુધી એ જેમ જેવી છે તેમ તેવી અનાદિઅનંત અનુત્પન્ન અવિનાશી સ્વયંભૂ નિષ્પન્ન સ્વયંસિદ્ધ સનાતન છે, એવું વિધાન જો હું કરું છું, તો પછી પ્રશ્ન
એ ઉદ્ભવે છે કે આ જે ઉપજે છે એટલે કે ઉત્પન્ન થાય છે - જન્મે છે અને વિનસે છે એટલે કે વિનાશ પામે છે - વ્યય થાય છે - મરે છે તે કોણ છે ?
આવો એકાંતિક સનાતનીમતનો આગ્રહી બનું છું તો બંધ તત્ત્વ અને મોક્ષ તત્વનો છેદ ઉડી જાય છે. વીતરાગની વીતરાગ તત્વવાણીનો અપલાપ થાય છે. વળી વિશ્વની વાસ્તવિકતા તો એ છે કે જીવો જન્મ-મરણની જંજાલ ભોગવતા ઈન્દ્રિય પ્રત્યક્ષ નજરે પડે છે. આમાં તો વિશ્વ વાસ્તવિકતા નકારવાના ગાંડપણનો દોષ પણ લાગે છે. સનાતન શુદ્ધ સત્ય જ હતો તો પછી આ દેખાઈ રહી છે તે અશુદ્ધિ એ શુદ્ધાત્મામાં પેસી ક્યાંથી ગઈ ? એ અશુદ્ધ થયો જ નથી અને શુદ્ધ જ છે તો અશુદ્ધિ દૂર કરવાની અને શુદ્ધ થવાની મુકિતની વાતો કરો છો શા માટે? બધાં આત્મા સનાતન સિદ્ધગુણ ધરાવનારા છે એમ કહેવાથી તો કર્મમલક્ષયથી પ્રાપ્ત થનારી સાદિ અનંતભાંગાની સિદ્ધાવસ્થાની પ્રાપ્તિનો હેતુ જ - લક્ષ જ માર્યો જાય છે. - સનાતની માન્યતાને આધારે પુયપાપ ભાવ રૂપ, સંસારીજીવોની આખી દિશા જ પલટી નાખનારી કોઈ એકાધિકારી સર્વસત્તા ધરાવનારી, લીલા કરનારી મહાસત્તા છે તેનું આધિપત્ય સ્વીકારવું પડે. એ સનાતન સર્વસત્તાધીશ લીલા કરે છે અને એની લીલા પ્રમાણે એની સત્તામાં રહેલા જીવોએ ચોર્યાસી લાખ
આત્માની અનુભૂતિ માટે વૃત્તિઓના વમળમાંથી બહાર નીકળવાનું છે.