________________
૧૪૪
આનંદઘન પદ
-
૨૧
કોઈનેય કશેય ક્યારેય નજરે તો ચડે ને ? આત્મા કોઈને નજરે ચડ્યો હોય એવું આજદિ' સુધી તો સાંભળ્યું નથી.
એમ અગમઅગોચર એવો આત્મા આત્માથી જ ગમ્ય છે તેથી જ આત્માને ઓળખાવનારા અને આત્માને પમાડનારા શાસ્ત્રગ્રંથોને આગમગ્રંથો કહ્યાં છે. જે આત્માથી જ ગમ્ય હોય તેની ગમ તો, તોજ પડે યારે જીવ જે શિવ છે તે એના શિવસ્વરૂપ - આત્મસ્વરૂપમાં આવે.
રૂપી કહું તો કુછ નહીં રે, બંધે કૈસે અરૂપ; રૂપારૂપ જો કહું પ્યારે, ઐસે ન સિદ્ધ અનૂપ. નિસાની...૧.
છતાં યોગીરાજજીએ આત્મા કેમ સમજાય એમ નથી અને સમજવો હોય અને પામવો હોય તો કેમ પમાય એ હવે પછીના આ પદના ચરણોમાં જણાવવા પ્રયત્ન કર્યો છે.
જો આત્મા રૂપી છે એમ કહું છું તો દોષ એ આવે છે કે આ ક્ષણનું રૂપ બીજી ક્ષણે તો રહેતું નથી અને નાશ પામીને બદલાયેલું રૂપ નજરે ચડે છે. આત્માને અવિનાશી કહ્યો છે તો પછી એ વિનાશ પામતા એવાં, ક્ષણે ક્ષણે બદલાતાં, રૂપાંતર પામતો એવો રૂપી કેમ કહી શકાય ? મૃત્યુ થતાં દેખાય છે તે રૂપમાનું કશું જ રહેતું નથી. એ દેખાતું હતું, હલનચલન કરતું, હરતું ફરતું, અરસપરસ વ્યવહાર કરતું હતું તે તો નિશ્ચેતન થઈ ખાખમાં મળી જતું જોવામાં આવે છે. આમ આત્માને રૂપી કહેવો તે ખોટું છે.
જો આત્મા રૂપી નથી તો પછી અરૂપી હોવો જોઈએ. પરંતુ જો આત્માને અરૂપી કહેવા જઈએ છે તો દોષ એ આવે છે કે આત્મા તો કર્મના બંધે બંધાયેલો અને પુણ્ય પાપકર્મબંધના પરિપાકને ભોગવતો જણાય છે. સિદ્ધાંત તો એ છે કે અરૂપીને કોઈ બંધ પડે નહિ. અરૂપી તો અબંધ હોય. આમ આત્માને અરૂપી કહેવાં જતાં પણ ખોટા ઠરીએ એમ છે.
તો શું મારે આત્માને રૂપી પણ નહિ અને અરૂપી પણ નહિ એવો કથંચિત્ રૂપી અને કથંચિત્ અરૂપી એવો રૂપારૂપી જાણવો ? નહિ રે પ્યારે ! રૂપારૂપી
આપણી વર્તમાન અવસ્થા માટે આપણે પોતે જ પૂરેપૂરા જવાબદાર છીએ.