________________
આનંદઘન પદ - ૨૧
૧૪૩
અનંતકાળથી એના જ ગમ્યપણાનો અધ્યાય થઈ પડ્યો છે.
જ્યારે જે રૂપ, રસ, ગંધ, સ્પર્શરહિત નિરંજન, નિરાકાર, નિરાલંબ, નિર્વિકલ્પ, નિરાવરણ, અનામી, અરૂપી, અક્ષય, અક્ષર, અજરામર, અવિનાશી, અવ્યાબાધ, અગુરુલઘુ, અભેદગ્રાહક છે તે સ્વગુણોની અનાદિના અનંતકાળથી કોઈ ઓળખ જ નથી તેથી તે અલખ-અલક્ષ અને અગમ્ય એવી અગમ જ રહી છે.
ગોચર વસ્તુ એટલો ગો - ઈન્દ્રિયો જેનો ચારો ચરે છે તે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, એ પાંચ ઈન્દ્રિયોના તેવીસ વિષયો વિષ છે. - જ્યારે અગોચર એ છે કે જે ઈન્દ્રિય ગ્રાહ્ય નથી. સર્વ બાહ્ય પદાર્થોના ચારાને વર્જીત ગણી જે સ્વમાં રહેલાં સ્વગુણ-સ્વરૂપગુણ એવાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આદિને સ્વમાં સ્થિત કરીને એટલે કે સ્વમાં ધારીને, તેજોમય પ્રકાશન શકિતનો ઈન્દ્રિયાતીત જ્ઞાતા દૃષ્ટાભાવનો ચારો ચરે છે અર્થાત્ સ્વમાં રમે છે - સ્વરૂપ આનંદ લે છે, તે અગોચર છે.
પરખ કરી શકાય એવાં ચિહ્નો, લક્ષણો, નિશાનીના ધારક પણ આપણે આત્મા સ્વયં જ છીએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આસમાને ઓળખાવનારી આત્માની જ નિશાનીઓ છે જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ એના નથી તેમાં મોહાઈ છે અને ફસાઈ છે, તેથી તે નજરે ચડતી નથી. પુલના મોહમાં ફસાઈ ગયો છું, કર્મોની જાળમાં કળાઈ ગયો છું;
એવા કર્મોના દુ:ખ મારા, કહેજો ચાંદલીયા, કહેજો ચાંદલીયા સીમંધર તેડા મોકલે.
- ઉપાધ્યાય વીરવિજયજી. અને જે નજરે ચડે છે તે તો રૂપી એવી કાયાના કાયરૂપ ધર્મો છે. એથી જ ભ્રમણામાં - માયામાં જીવનારા જીવો આનંદઘનજી મહારાજશ્રીને પ્રશ્નો કરે છે કે આત્મા હોય તો દેખાડોને ! એની નિશાની તો બતાડો ! અમે તો સમજીએ. છીએ કે આત્મા બાત્મા કાંઈ છે જ નહિ. બધી હંબક વાતો છે. જો હોય તો
અનંતગુણોનું એક પરિણમન તે વીતરાગતા.