________________
૧૪૨
આનંદઘન પદ - ૨૧
અગોચર, અકથ્ય, અવર્ણનીય, અવકતવ્ય, અનભિલાપ્ય છે. અનભિલાપ્ય પદાર્થો અભિલાભ્ય પદાર્થો કરતાં અનંતગુણા છે, તેથી શાસ્ત્રોમાં અનંતમો ભાગ જ ગૂંથી શકાયો છે. આપણે જે જાણીએ છીએ તેનાથી અનંતગણું જાણતા નથી, તેથી અલ્પજ્ઞાની એવાં અજ્ઞાની કે ઇવસ્થજ્ઞાની કહ્યાં છે. એની નિસાની - ઓળખ કેમ કરીને આપું ? ‘તું જ મને કહે છે કે “તું” કોણ છે ? તે તમને હું કહું? તને “હું ઓળખાવું કે “તું” જ તને જાણે ઓળખે અને તારો સ્વપરિચય આપે ? જાતકને જાત સિવાય જગતમાં બીજો કોણ ઓળખે ? આપણા સહુની દશા એવી માયાવી થઈ ગઈ છે જેવી કવિ કંદર્પો જણાવી છે કે...
“ઝરણું શોધે નીર, દીપક શોધે તેજ;
જીવ શોધે બ્રહ્મને, એ માયાના ખેલ.” દીવા તળે જ અંધારું એના જેવી આ વાત છે. સુખ, દુ:ખ, બુદ્ધિ બતાડવાની ચીજ છે ? ઘીનો સ્વાદ કહી શકાય એમ છે ? કેરી કેવી મીઠી તે બતાડી શકાય કે બોલી શકાય એમ છે? સાકર મીઠી જીભ આસ્વાદે છે ત્યારે સાકર મીઠી છે” એમ જીભ બોલી શકતી નથી અને પછી પણ જીભ એ. મીઠાશની અનુભૂતિને અભિવ્યકત કરવા અસમર્થ રહે છે. આત્મા શું છે એની વિધેયાત્મક ઓળખ આપી શકાય એમ નથી તેથી વેદમાં આત્માની નિષેધાત્મક ઓળખ આપતા નેતિ નેતિથી આત્માને ઓળખાવ્યો છે.
ગમ્ય કે અગમ્ય, ગોચર કે અગોચર, રૂપી કે અરૂપી, વ્યવહાર નયવાદ અને નિશ્ચય નયવાદ ઉભય વસ્તુત્વના ભેદના પરીક્ષણ માટે મનની આંખને - જ્ઞાનચક્ષુને અતિ સૂક્ષ્મ બનાવવા જોઈશે, જે ભેદના પરદાને વીંધીને પેલી પાર નીકળી જઈ સ્વથી અભેદ એવા સત્યનું પરીક્ષણ અને નિરીક્ષણ કરી શકે. દૃષ્ટિને તીક્ષ્ણ વેધક બનાવ્યા સિવાય વસ્તુસ્વરૂપના ભેદને અને અભેદને સમજી શકાતો નથી અને એ અગમ જ રહે છે.
ગમ્ય વસ્તુમાં રહેલાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, સ્વર-અક્ષર-વ્યંજનપદ, નામભેદ, કામભેદના ગમ્યપણાથી તેની ગમ પડે છે, કેમકે અનાદિના
મોક્ષ પામવાની ઈચ્છા છે પણ મોક્ષને માટેની ભૂખ નથી.