________________
૧૪૦
આનંદઘન પદ - ૨૦
જ્ઞાનક્રિયા એટલે સ્વરૂપક્રિયાથી અંતરઘટ-અંતરપટ એટલે આત્મામાં અધો, તિર્થી અને ઉર્ધ્વલોક એવાં ત્રણે લોકને અર્થાત્ પાતાળ પૃથ્વી સ્વર્ગ એ ત્રિભુવનને ઉદ્યોત કરનાર, પ્રકાશિત કરનાર આત્મજયોતરૂપ આત્મપ્રકાશ ઉપજે એટલે પ્રગટે છે. કેવલ્યજ્ઞાન થતાં ચિદ્ર (આત્મા) અરીસા જેવો બને છે તેથી જ તે ચિદાદર્શ કહેવાય છે. અરીસો જેમ સીધો સરળ સપાટ, સાફ સૂથરો અને ચકચકિત હોય છે તો પદાર્થોના બિંબ એ અરીસામાં પ્રતિબિંબિત થાય છે; એમ ચિ (આત્મા) વીતરાગ, નિર્મળ નિર્વિકાર, નિર્વિકલ્પ જ્ઞાન કેવલ્યજ્ઞાન) તેજથી તેજસ્વી (ચકચકિત) બનવાથી સૃષ્ટિ સમસ્તના ત્રણેકાળના પદાર્થો, તેના સર્વ ગુણ-પર્યાય (ભાવ) સહિત પ્રતિબિંબિત થાય છે. આમ કેવલજ્ઞાનરૂપી આરસીની પ્રાપ્તિ થાય છે.
ઉપજી ધુનિ અજપાકી અનહદ, જીત નગારે બારી; ઝડી સદા આનંદઘન બરખત બિનમોરે એકતારી. અવધૂ.૫.
પ્રકૃતિ ઉપર વિજય મેળવ્યાના પુરુષ એવાં ચેતનના પરાક્રમના અભિવાદનમાં, સંકેતરૂપ નોબતો પર નગારા પર ડંકા વાગતા ન હોય જાણે, એવો અનહદનાદ - અનાહતનાદ • બ્રહ્મનાદની જાણે ધૂન જામી હોય એવો : સ્વાસે શ્વાસે સોડહં! સોડહં ! નો અજપાજાપ જપાવા લાગે છે. જાણે એકતારી તંબુરો એકસરખો તુન ! તુન ! તુંહી ! તુંહી ! ની આત્મધૂન જગાવી ન રહ્યો હોય ! જાણે આત્માનંદ-સ્વરૂપાનંદની વર્ષાની ઝડી ન વરસતી હોય !
પદનો બોધ એ છે કે અગિયાર અંગી સુમતિના સથવારે ચેતનને ચેતનાના પ્રાંગણમાં પાછો વાળી ચેતન્યાચરણની સ્વરૂપક્રિયા-જ્ઞાનક્રિયાથી ચેતનાને ચેતનમય બનાવી કેવલ્યની પ્રાપ્તિથી ચિદાદર્શ બની સર્વ શેયોને સ્વમાં પ્રતિબિંબિત કરવા દ્વારા ચિદાદિત્ય થઈ, ચિદાકાશ સમ વ્યાપક બની ચિદાનંદના સ્વામી બનો ! એ માટે સંસારી ક્ષેત્રના વસ્તુના ભવના સ્થાને સાધનાક્ષેત્રે ગુણવૈભવ, સ્વરૂપ એશ્વર્યને સ્થાપો.
રેતીના કણમાં તેલ ન હોય તો પછી રેતીના કણમાં કયાંથી તેલ હોય ?