________________
૧૩૮
આનંદઘન પદ - ૨૦
સાફ કરી લાલ ગુણદૃષ્ટિમાં પલોટાવે છે. એ ચેતનપતિને આરોગ્યદાયી સુખકારી ઠંડક પહોંચાડનાર છે કારણ કે ગુણદૃષ્ટિથી પીડા-ઉપાધિરહિત એવું સુખમય સ્વસ્થ નિરોગી જીવન ચેતન જીવતો થાય છે. આ દૃષ્ટિમાં નિર્મળતા, નિર્વિકારિતા એ છઠું અંગાચરણ થયું.
સહજ સુભાવ ચૂરીયાં પહેની, થિરતા કંગન ભારી; ધ્યાન ઉરવસી ઉરમેં રાખી, પિય ગુન માલ આધારી. અવધૂ.૩.
હવે બીજા ચરણના અનુસંધાનમાં આ ત્રીજા ચરણમાં એજ અંગચારીતાનું રસિક નિર્દેશન આગળ વધારતા જણાવે છે કે જેના હાથ ચેતનરૂપી સુહાગથી બંધાયેલા છે અને જેના કંઠે કંતનું જ ગાન છે એવાં તનમનની એકાકારીતા - એકાગ્રતાને સૂચવતાં સમત્વ અને સમાધિ રૂપ મહામુલ્યવાન બે ચૂડીઓ અને બે કંગનો હાથે ધારણ કર્યા છે. સાધક વીર યોગીપુરુષને માટે એ એની યોગવીરતા સૂચવતાં વીરવલય છે. આ તન મનની વીરતા એકાગ્રતાનું સાતમું અંગાચરણ
સહજ જ ઉરમાં વસી જાય એવું રૂપ તેજ જેનું છે એવી સૌંદર્ય સામ્રાજ્ઞી સ્વર્ગસુંદરી અપ્સરા ઊર્વશી જેવાં અપ્રતિમ સુંદર ધ્યાન કે જેમાં બધું જ બહારનું બીજું ભૂલી જઈ લીન થઈ જવાય - ખોવાઈ જવાય એ મારા ઉરમાં - હૃદયમાં ધારી રાખ્યું છે, જે ભકિતધ્યાન - આત્મધ્યાન એ આઠમું અંગાચરણ છે.
આ બધાંય અંગાચરણ જે પિયા ચેતનના ગુણો છે, જે એનો ખરો માલ-ઝવેરાત છે એનો માલધારીરૂપ માલને સાચવનાર, રક્ષનાર, પાલન પોષણ કરનાર એ બ્રહ્મચર્ય - શીલસંપન્નતા છે, તેનું પ્રિયતાપૂર્વક નેક અને ટેકથી પાલન થઈ રહ્યું છે એ શિલાચારપાલના નવમું અંગાચરણ છે.
સુરત સુંદર ભાંગ રંગ રાતી; નીરતે બેની સમારી; ઉપજી જ્યોત ઉદ્યોત ઘટ ત્રિભુવન, આરસી કેવળકારી. અવધૂ૪.
ભાંગના નશાના રંગમાં રાતોમાતો થઈ ભંગેરી જેમ પોતાને સમ્રાટ સમજી રાચતો માચતો હોય, એમ આત્મસુરતાના ઓપથી ઓપિત, આત્મતેજમાં
સુદ્રવૃત્તિના નિકાલ માટે અનુમોદના ગુણને ખૂબ ખૂબ વિકસાવવો જરૂરી છે.