________________
આનંદઘન પદ - ૨૦
૧૩૭
મહેંદી ભક્તિ રંગકી રાચી’. સુહાગણ એના સુહાગને આવકારવા અને રીઝવવા એના હાથ અને પગ મહેંદીથી સજાવે શણગારે છે. લીલારંગની હીના (મહેંદી)ને લસોટીને હાથપગ ઉપર ભાતીગળ તરહેમાં (ડીઝાઈન)માં લગાવી હાથપગને કેટલોક સમય અણસ્પર્શયા રાખવાનું સ્થિર રહેવાનું તપ તપે છે ત્યારે એ સુહાગણની સુહાગ માટેની તડપન - તાપ કેવો લાલચોળ છે એ બતાડતી લાલાશ - રતાશ - પ્રેમની લાલી રંગ દેખાડે છે, જે રોચક રચનાથી એનો ચેતન રાચીમાચી જાય છે - રાજીરાજી થઈ જાય છે.
મહેંદી તો સુહાગણ એના સુહાગ માટે સંસારક્ષેત્રે રચાવે છે. અહીં તો સાધકની સાધ્યપ્રાપ્તિ માટેની સાધનાક્ષેત્રની વાત છે. એટલે ભકિતરૂપી મહેંદીના ભકિતરંગમાં રંગાઈને - ભકિતભાવમાં વિભોર બની જઈ પોતાના ભગવાન - પરમાત્મસ્વરૂપ આત્મા ચેતનને પતિ પરમેસ્વર માની, એની સેવાભકિતરૂપી હીના (મહેંદી)નો રંગ ચડાવી, એના રંગે સંગે અને ગંધે ચેતનને રીઝવીને ચેતનાએ એને પરમાત્માસ્વરૂપે પામવાનો છે.
લાલરંગ એ સિદ્ધપદનો વર્ણ છે અને પદ્મશ્યાનો સૂચક છે. સોળે સતીઓ પદ્મશ્યાના ભાવથી લેશીત (ભાવિત) હતી. એથી જ લાલરંગની મહેંદી, લાલરંગી ઘરચોળા, લાલરંગી સેંથીનું સિંદૂર, કપાળને શોભાવતો, એ સુહાગણના સુહાગને સોહાવતો લાલ કુમકુમનો ચાંદલો, લાલરંગની ચૂડી આદિ સુહાગના અને સૌભાગ્યના ચિહ્નો લેખાય છે, જેનું લગ્નપ્રસંગે આગવું મહાભ્યા હોય છે.
આમ પદ્મશ્યાના લાલરંગે રંગાયેલું આત્માની લાલી વધારનારું ભકતાચરણ એ પાંચમું અંગાચરણ થયું. | ‘ભાવ અંજના સુખકારી”. આંખોને અંજનથી આંજી એની સુંદરતા, વિશાળતા અને આકર્ષકતામાં સુહાગણ દ્વારા વૃદ્ધિ કરાતી હોય છે, જે પતિને સુખદાયી હોય છે. ચિત્તમાં સપરિણામ - સદ્ભાવ એ દૃષ્ટિમાં વીતરાગતાનું અંજન આંજેલું છે. એ દૃષ્ટિને સાફ, નિર્મળ, અવિકારી બનાવનાર સુરમાનો. રંગ પણ લાલ હોય છે જે કર્મમળથી દુષિત થયેલી દોષદૃષ્ટિની કાલિમાને ધોઈને
મૌલિક તત્ત્વ પકડાતું નથી તેથી અનુબંધ શુદ્ધ ધર્મ થતો નથી.