________________
૧૩૬
આનંદઘન પદ - ૨૦
* રસિક નિર્દેશન કરે છે.
પ્રેમ પ્રતીત થઈ એટલે કે નિર્મળ પ્રેમની ખાત્રી થતાં ચિત્ત પ્રસન્નતાને પામ્યું. આ પ્રથમ અંગનું - ચિત્તનું સુસંચરણ થયું.
રાગ અને રુચિ એટલે કે ગમો જેનો જેવો થવો જોઈએ તેનો તેવો થવા માંડ્યો એટલે કે રાગ એના મૂળ રંગથી રંગીન બનવા લાગ્યો અર્થાત્ રાગ એની રંગત (અસલિયત) બતાવવા લાગ્યો. કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિગ ટળી ગયો અને આત્માનો, આત્મીયગુણોનો, આત્મગુણીઓ પ્રત્યે પ્રશસ્તરાગ - અનુરાગ થવા લાગ્યો. વિભાવ સદ્ભાવ બની સ્વભાવમાં પલોટાવા લાગ્યો. આ મનનું સંચરણ એ બીજું અંગ થયું. પૂ. ઉદયરત્નવિજયજીએ શાંતિજિનેશ્વર ભગવંતને સોભાગી વિશેષણથી નવાજતા ગાયું છે.... સુણો શાંતિનિણંદ સોભાગી, હું તો થયો છું તુમ ગુણરાગી,
તુમે નિરાગી ભગવંત, જોતાં કિમ મળશે તંત. સુ. પહેલાં અરૂચિ હતી તો હવે રૂચિ - જઠરાગ્નિ પ્રદીપ્ત થતાં ભૂખપ્યાસા ઉઘડ્યા છે. સાચી સુધા-ભૂખ જાગતાં અધ્યાત્મની તલપ લાગી છે. આ ભાવના-વિચાર અંગનું ત્રીજું સંચરણ થયું.
પહેલાં પતિના વિરહમાં જાડી ખદડ સાદી સાડી પહેરીને સુષ્ક જીવન જીવતી હતી એ ચેતનારાણી હવે પહેરે છે, ઝીણી મુલાયમ સુંદર સામાને આકર્ષિત કરે એવી સુહાગણ પહેરે તેવી મજાની કિંમતી સાડી. સાડી ઝીણી પહેરે છે એટલે કે સ્કૂલતાનું - જડતાનું સ્થાન હવે સૂક્ષ્મતા - તીવ્રતા - તીર્ણતા લે છે. ઝીણી - અર્ધપારદર્શક સાડી પહેરવાથી પ્રિય પતિ ચેતનના મુખનું દર્શન સતત થયાં કરે છે અર્થાત્ એક સમય માત્ર માટે પણ ચેતનાનો ઉપયોગ ચેતનમાંથી - આત્મામાંથી ખસી જડ અનાત્મમાં જાય નહિ. મુખ લાજ મર્યાદામાં ઢંકાયેલું પણ રહે અને પતિના મુખારવિંદના દર્શન પણ થતાં જ રહે. વર્તનમાં - આચરણમાં વિવેક અને લક્ષમાં શુદ્ધાત્મા. આ ચોથું અંગાચરણ એ આત્મલક્ષી સદાચરણ થયું.
પાત્રતા એટલે ઉપાદાન. ઉપાદાનને ગુણસમૃદ્ધીથી વિકસિત કરી સમૃદ્ધ બનાવવાનું છે.