________________
આનંદઘન પદ - ૨૦
૧૩૫
પતિ ચેતનના સ્વગૃહે પાછા ફરવાની વાટ જોતી હતી. પોતાની આંતરિક વિરહવેદનાના સંદેશા સુમતિ, સમતા અને અનુભવ સાથે વારંવાર પતિને પાઠવતી હતી એવી ચેતનારાણી, આજે પોતાના પુરુષાર્થની સફળતા દેખતાં આનંદવિભોર બની ગઈ છે.
ચેતનાનો ચેતન ચેતનાને છોડી પરઘેર ચાલી જઈ પુદ્ગલસંગી - જડસંગી બની ગયો હતો પણ કયારેય ચેતનાનો મટી ન ગયો હતો. એટલે ચેતના ચેતનથી વિખૂટી પડી ગઈ હોવાથી વિરહિણી હોવા છતાં સુહાગન તો હતી જ. પણ આજે હવે એનો સુહાગ, એની સુહાસન ચેતનાને ત્યાં સ્વગૃહે પાછો વળતાં તે સાચા અનુભવના અર્થમાં સુહાગન નારી બની છે, તેનો આનંદ એના હૈયેથી છલકાય છે.
ચેતનનાથે આજે એની ચેતનારાણીની સુધ (ખબર) લીની છે એટલે કે ચૈતનને એની ચેતનાની સાચી ઓળખ થઈ છે. એની સુંઘ એની સોડ આજે એને માણવા મળી છે - અનુભવવા મળી છે. એ સહભાગી (દ્રવ્યનાગુણ દ્રવ્યના સહભાગી હોય છે) હતી પણ આજે સહચારિણી - સહવાસી બની છે. ચેતના આજે ચેતનનું અંગ એટલે કે અર્ધાગની થઈ ગઈ છે. ચેતનાના સંચારથી અર્થાત્ ચેતન્યાચરણથી ચેતનની ઓળખ થવા લાગી છે. ટુંકમાં સાધકને અવધૂત યોગદશા અંતરમાં વર્તાવા લાગી છે અને આત્મિક અનુભૂતિની અંગેઅંગમાં એટલે કે એકેક આત્મપ્રદેશે સંવેદના-સંચાર થતો જણાવા લાગ્યો છે. મન, વચન, કાયા એ ત્રણે યોગની પવિત્રતા રીતભાત, હલનચલન, ચાલચલગત, આહાર, વિહાર, નિહાર, આચારવિચાર, હાવભાવ, રૂપરંગ, લેશ્યા, અધ્યવસાય, પરિણતિમાં ઝળકવા લાગી છે. વિચાર અને અંગાચાર (આચાર)માં એકાચારતા એકાકારતા પ્રવર્તતી વર્તાય છે. અર્થાત “કીનીનિજ અંગચારી’
પ્રેમ પ્રતીત રાગ રુચિ રંગત, પહિરે ઝીણી સારી; મહેંદી ભકિત રંગ કી રાચી, ભાવ અંજન સુખકારી. અવધૂ.૨.
હવે પદના આ બીજા ચરણમાં કવિહૃદયી આધ્યાત્મ યોગી આનંદઘનજી પત્ની ચેતના એના પતિ ચેતનની અંગચારી સુહાગનનારી કઈ રીતે છે તેનું
ગંગાનદીનું ગંગાજળ પાત્ર જેવું અને જેટલું હશે તેવું અને તેટલું ગંગાજળ આપશે.