________________
આનંઘન પદ ૨૧
કહીએ તો, જે સિદ્ધાત્મા છે એ તો એવાં રૂપારૂપી છે નહિ. એ તો કહી શકાય નહિ, સાંભળી શકાય નહિ એવાં અનુઠા અનુપમ છે.
વિશ્વમાં ઘઉં બાજરી વાવે તો તેમાંથી તે જ વસ્તુઓ પાકતી ઈન્દ્રિય પ્રયત્ન જણાય છે. પણ આત્મા તો કયાંય જણાતો નથી. આવું કહેનારાને અગમ અગોચર અલખ વસ્તુની અરૂપતાનો પરિચય કેવી રીતે કરાવવો ? જો અરૂપી કહું છું તો સમજાતું નથી અને રૂપી અગર કહું છું તો લોકવાતને સ્વીકારી એને સત્ય માની લેવાનો દોષ લાગે છે કેમકે વસ્તુના આત્માના અરૂપી ધર્મોનો હું સ્વીકાર કરતો નથી તેવું ઠરે છે. જે અગમ અગોચર છે તે ઈન્દ્રિયગ્રાહ્ય છે જ નહિ, તો જેનું કાર્યક્ષેત્ર ઈન્દ્રિયો સુધીનું સીમિત છે, તેવાને એ બહારમાં કેમ બતાડી શકાય ? બહારમાં બતાડી શકાય એવો અરૂપીનો ગુણધર્મ જ નથી. આથી નયવાદના આગ્રહી એકાંતવાદી ચાર્વાકમત વાદી વિગેરે મારી માન્યતાના વિરોધી બની જાય છે. એ બધાં એકાંત મતવાદીઓના રોષનું કારણ બનવાનો દોષ મને લાગે છે. મતાગ્રહના ઝઘડા-ખેંચાતાણી ચાલી રહી છે. આપસ આપસમાં ધર્મી કહેડાવતા ધર્મીઓની જ લડાઈ મચી પડી છે. રાગ ન કરવાનો ઉપદેશ આપનારા અવતારી મહાપુરુષો - ઉપદેશક ઋષિમુનિઓનો ઉપદેશ, પૃથ્વીતલ ઉપર એમનું અવતરણ નિષ્ફળ જાય છે.
.
૧૪૫
હવે જો અરૂપી તત્ત્વનો આગ્રહી બનું છું તો કર્મનો-બંધ તત્ત્વનો છેદ ઉડી જાય છે. અને જ્ઞાનીઓની પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મુક્તિની વાતો નિરર્થક મિથ્યા ઠરે છે. જ્યારે આખુંય વિશ્ર્વ બંધના પુણ્યકર્મ, પાપકર્માદિ બંધના સુખ દુ:ખાદિ કર્મફળ ભોગવતા નજરોનજર જણાતા હોય, જગતમાં કર્મબંધના કારણો પણ વિદ્યમાન હોય, બંધથી છૂટવાના મુક્તિના ઉપાયો પણ જો વિદ્યમાન હોય તો પછી અરૂપી જ છે એવો આગ્રહ કેમ કરી રાખી શકાય ?
હવે જો દહીં અને દૂધ બંનેમાં પગ રાખવા જેવી વાત રૂપારૂપી છે એમ કહું તો વર્ણશંકરતાનો દોષ લાગે છે. જેને કોઈ ઉપમા આપીને પણ સમજાવી નહિ શકાય એવી સિદ્ધભગવંતો-સિદ્ધાત્માની અનૂઠી અનુપમદશાને - સિદ્ધદશાને સિદ્ધત્વને ખોટું ઠરાવવા જેવું થાય છે. આ માન્યતાથી તો મોક્ષતત્ત્વજ ઉડી જાય છે.
ચર્ચારેત્ર એટલે ચૈતન્ય ઉપયોગમાં સ્થિરતા.