________________
આનંદઘન પદ - ૧૯
૧૨૯
કલ્યાણ સંબંધો છે. રાગીઓને રાગના - વાસનાના - સ્વાર્થના વિકારી સંબંધો છે તો વેરાગીને વીતરાગતાના છૂટવાના અને છોડાવવાના મુકિતના ઋણાનુબંધ છે. એ વીતરાગતા - નીરિહીતા - નિર્મોહીતા - નિર્વિકારીતા - નિરાવરણતાના લક્ષ્ય બંધાયેલા ઋણના અનુબંધ એવાં ઋણાનુબંધ છે.
સંસારીઓને સંસારમાં રાગના - સ્વાર્થના તોફાન, ઉશ્કેરાટ, અતૃપ્તતા છે જયારે આધ્યાત્મિક ક્ષેત્રે સાધકોને વેરાગીઓને વીતરાગતાની મસ્તીની પ્રશાંતતા, તૃપ્તતા, આત્મસંતૃપ્તતા છે. આ આત્મસંબંધો - બ્રહ્મસંબંધો છે. એ આત્મસ્કૃતિ અને આત્મશાસિત છે. આજે પણ પુષ્ટિમાર્ગમાં દીક્ષા સ્વરૂપે વૈષ્ણવજનને ગોસ્વામીજીઓ દ્વારા આવા બ્રહ્મસંબંધ અપાતા હોય છે. એ કૃષ્ણ એટલે આત્મા અર્થાત બ્રહ્મ સાથે સ્થાપી અપાતો સંબંધ એવો બ્રહ્મસંબંધ છે. પછી બ્રહ્મ સમજયા વિનાનો વ્યવહારુ, ઔપચારીક, ચીલાચાલુ બ્રહ્મસંબંધ લેવાય તો તે પારમાર્થિક બ્રહ્મસંબંધ કરાવનારો નિવડે નહિ એવું બને. બ્રાહ્મણોમાં દ્વિજ થવું અને શ્રમણોમાં સમ્યગ્દર્શન થવું એ પણ બ્રહ્મસંબંધ છે.
અબ્રહ્મના સંબંધોમાં ક્ષણિકતા અને અતૃપ્તતા છે, જે દહિક, ભૌતિક એવાં સંસારી સંબંધો છે. આવા સંબંધોમાં ચંચળતા અને ક્ષણિકતા, ભાસ્યમાનતા છે. એમાં ગલન છે, એકમેકતા છે પણ અભેદતા નથી તેથી વિરૂપતા છે. જ્યારે બ્રહ્મસંબંધમાં ગલનની સાથે અભેદતા છે તેથી એકરૂપતા, તદ્રુપતા, સમરૂપતા છે. જેના પરિણામે ત્યાં જ્ઞાનની આનંદ સાથેની અભેતાથી સ્થાયીતા છે – અવિનાશીતા છે અને પ્રશાંતતા, સંતૃપ્તતા છે.
અબ્રહ્મના સંબંધે મળતો ક્ષણિક અસ્થાયી આનંદ એ એકાદા છિદ્રમાંથી પ્રવેશતા એકાદા સૂર્યકિરણના પ્રકાશ જેવો છે. જયારે બ્રહ્મના સંબંધથી મળતો સ્થાયી આનંદ એ ઝૂંપડા જેવાં પરઘરમાંથી બહાર નીકળી અખિલ બ્રહ્માંડ વ્યાપક એવાં સ્વઘર બ્રહ્મમાં - ખુલ્લામાં - બ્રહ્માંડમાં આવી કરાતું સૂર્યસ્નાના છે. એ વ્યાપકતાનો - સ્થાયીતાનો - પ્રશાંતતાનો - સંતૃપ્તતાનો - સ્વાધીના નિરાલંબનતાનો - નિર્વિકારીતાનો - નિરાવરણતાનો નિતાંત આનંદ છે. જ્યાં આત્મા ઉપરથી વાસનાના વસ્ત્રો તો ઠીક પણ દેહરૂપી વસ્ત્રો પણ ઉતારીને
સંસાર એટલે હુંપણા અને મારાપણાનો વિસ્તાર.