________________
૧૩૦
આનંદઘન પદ - ૧૯
ફેંકી દઈ અદેહી, અશરીરી, અનામી, અરૂપી, અમૂર્ત, સાચા અર્થમાં દિગંબર થઈ ચેતનાનું ચેતન સાથે એકરૂપ - તદ્રુપ - સમરૂપ થવાપણું હોય છે. કવિકુલકીરીટ લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ પણ ગાયું છે....
વ્યાસાગર પ્રભુ પારસ ઉછાળે જ્ઞાનની છોળો; ઉતારી વાસના વસ્ત્રો, અરે પામર તું નહોતો જા જનારુ જાય છે.
અધ્યાત્મમાર્ગે પલોટાવાનું, કેળવાવાનું, પાવરધા બનવાનું છે અને પછી જે સંસારમાર્ગે સંસરણ માટે હતું તેને અધ્યાત્મમાર્ગે સ્વરૂપ પ્રગટીકરણ - પરમાત્મા પ્રગટીકરણ માટે પલટાવવાનું - ઉલટાવવાનું છે. ઉત્તરમાં ઉલટે માર્ગે ચાલતા હતાં તેને બદલે હવે દક્ષિણમાં સીધા રસ્તે ચાલવાનું છે. શત્રુંજય તીર્થને સિદ્ધાચલ’ કહ્યું છે તેનું અર્થઘટન કરવાનું છે કે સીધા ચાલીએ તો સીધા રહીએ એટલે કે સિદ્ધ થઈએ અને અચલ (સ્થિર) રહીએ. દિશા બદલાય તો દશા બદલાય.
અધ્યાત્મ - આત્મજ્ઞાની મહાપુરુષ આ વિષયમાં ત્રિપદી આપે છે કે સીધો ! સાધુ યા ! મોક્ષે જા - સિદ્ધ થા!
નવી - નવેલી વહુ-દુલ્હન-નવોઢા-નવવધુ, સોળે શણગાર સજી, ઘૂમટો તાણી, ધીમે ધીમે પગલે શરમાતી, સંકોચાતી, લજાતી, રૂમઝૂમ રૂમઝૂમ કરતી ચેતનરાજાની ચેતના રાણી પધારી રહી છે. આંગણે તોરણો બંધાયા છે. સમકિતરૂપી ચેતનારાણીને આવકારવા સમતારૂપ સાસુમા એવાં અષ્ટપ્રવચનમાતા સજ્જ થઈને ઉંબરે આવે છે. સમકિતરૂપી ચેતનારાણી દ્વારા બારસાખે એટલે કે અંત:કરણ ઉપર કુમકુમના થાપા દેવાય છે. જાણે મોક્ષના થાપા મરાય છે અર્થાત્ સમકિતરાણીના આવવારૂપ મોક્ષ રજીસ્ટર્ડ થાય છે. આરતી ઉતારવા દ્વારા અનાત્મભાવની રતિને ઉતારીને - અવિરતિને ઉતારીને આત્મભાવની રતિને - વિરતિને આવકારાય છે, એના પોંખણા - ઓવારણા લેવાય છે અને મોક્ષના તિલક કરાય છે. આમ સમકિતરૂપ ચેતના વહુરાણીનો મંગળ ગૃપ્રવેશ કરાવાય છે. પિતા પરમાત્મા અને માતા સમતા; અક્ષત ભરી. પ્યાલીને ચરણસ્પર્શથી મંગળગૃહમાં અક્ષત ઠાલવવા દ્વારા રિદ્ધિ સિદ્ધિ લબ્ધિના
ઉપયોગ કરવાની છૂટ છે પણ ઉપભોગ કરવાની છૂટ નથી.