________________
આનંદઘન પદ
-
૧૮
જીવ, જીવજાતિનો હોવાથી જાતભાઈ છે અને સ્વરૂપથી એનું અને તારું સ્વરૂપ એક સરખું હોવાથી એ તારો, સ્વરૂપ સમોવડિયો છે. આમ સ્વરૂપ ઐક્યતા અને જાતિ ઐક્યતાના નાતે (સંબંધે) જીવે જીવ સાથે મૈત્રીના ભાઈબંધના સૌખ્ય સંબંધ પ્રેમસંબંધથી જોડાવાનું છે. ષડ્કાયરક્ષાથી અભયદાન આપવાનું છે અને આત્માની અજરામર અવિનાશીની વિચારણાએ નિર્ભય રહેવાનું છે.
-
૧૨૫
પ્રગટ પરમાત્માની ભક્તિ કરવાની છે અને પરમાત્મસ્વરૂપી-સિદ્ધસ્વરૂપી આત્મા સાથે પ્રેમમૈત્રીના સંબંધે બંધાવાનું છે.
-
મનમાં ફૂટતી પૂર્વગ્રંથિત ગાંઠોને ફૂટતી જોતાં રહી, નવી ગાંઠો ન પાડતા જ્ઞાતા-દૃષ્ટાભાવમાં રહી એ ગાંઠોના બંધનમાંથી છૂટતા જવાનું છે. એ ગાંઠોને મીટાવતા જવાનું છે.
દેહાદિ યોગ સંયોગો એ પૂર્વકૃતકર્માનુસાર પ્રાપ્ત થયેલ પ્રકૃતિની દેણ છે. એ એનો પ્રકૃતિધર્મ બજાવવાની છે. એના પ્રકૃતિધર્મની તરછોડ તિરસ્કાર નહિ કરતાં, તારે પુરુષ બની તારા પુરુષધર્મ - પુરુષત્વમાં રહી, પ્રકૃતિનો પ્રતિકાર નહિ કરતાં સ્વીકાર કરી, સમભાવે નિકાલ કરતાં રહી, એને ઉકલી જવા દેવાની છે અને ડખો ડખલ કરી નવું કાંઈ વીંટાળવાનું નથી. દેહનો જે દેહધર્મ છે તે મુજબ તે તપવાનો છે એની તપનની એ માંગ કરે તો તેનું તરપણ કરી તપનને બુઝાવવાની છે - ઠારવાની છે પણ એને ભડકાવવાની નથી. હિત, પ્રીત, મીત મધુર વચનસુધાના - આત્મસ્વરૂપ સમજના શીતલ અમી છાંટણાના છંટકાવથી એને ઠારવાની - ઓલવવાની છે.
-
-
આ ચરણમાં યોગીરાજજીએ જગતપતિની પ્રગટપરમાત્મભક્તિની, જીવમૈત્રીની અને શરીરાદિ મન-વચન-કાયયોગ અને બાહ્ય સંયોગોનો સમતામાં રહી સમભાવે નિકાલ કરવાની એવી ત્રણ શીખ આપી છે.
નેક નજર નિહારિયે રે, ઉજર ન કીજૈ નાથ; તનક નજર મુજરે મિલે પ્યારે, અજર અમર સુખ થાય. રીસા...૩.
બુદ્ધિ બગડ્યા પછી આ સંસારમાં ગમે એટલી ઊંચી સામગ્રી મળે તો પણ તે વ્યર્થ છે.