________________
આનંદઘન પદ
–
-
૧૮
આપની રૂઠેલી સમતાને મનાવો કે તે તમને સમાલે, સંભાળે, સંવારે અને સંજવારે. તમારી ચેતનની શોભા-ઠાઠ તમારી સમતારૂપ ચેતનાથીજ છે. એ તો તમારી જ છે. તમે એને મોહ માયા મમતાના પર ઘર જઈ રેઢી મેલી દીધી છે તેથી આપથી રીસાઈ ગઈ છે. એનામાં અને આપનામાં કોઈ ફેર નથી - જુદાપણું નથી. આપથી આપની ચેતના છે અને ચેતનાથી આપ ચેતન છો. જેમ પૂષ્પની - સુમનની સુવાસ અને નજાકતતા કે પછી સુવર્ણની પીળાશ અને ચળકાટ પુષ્પ કે સુવર્ણથી ભિન્ન નથી. એ તો આપનામાંજ વસેલી રહેલી આપપણાની - ચેતનની ઓળખ છે. સમતારૂપ ચેતના, એ તો સદાનો સાથે રહેનારો ચેતનનો સહભાવી ગુણ છે. એને લાવવા માટે કોઈ વિચ્ચ એટલે વચલા વચેટિયા વિષ્ટિકાર વસિઠ દલાલની જરૂર નથી. એ કાંઈ બજારમાં મળતી બજારુ ચીજ નથી કે પૈસા આપીને કોઈ મારફતિયા
દલાલ મારફત એને વહોરી -
ખરીદી લવાય.
-
-
૧૨૩
આ તો પ્રેમનો સોદો છે. એની પરખ કરી શકાય એમ નથી. એ કાંઈ લે વેચની વસ્તુ નથી કે લેવાદેવાથી એની ઓળખ (ગમ) પડી શકે. પ્યારા આ તો પ્યારનો સોદો છે. એ ગમ નહિ પડે એવો અગમ છે કેમકે એ અંતરની વાત હોઈ અંતરથીજ સમજાય એવી આત્મગ આગમ ચીજ છે. આ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. આ તો પોતાનું જ પોતામાં હતું, છે અને રહેશે તેની ભાળ મેળવી, પોતામાં જ એને નિહાળી નિરખીને પોતામાંથીજ પોતે જ એને નિખારવાનું છે. પૂષ્ણે પોતાની સુવાસ બહારથી ખરીદી લાવવી પડતી નથી તેમ પૂજ્યે પોતાની સુવાસની જાહેરાત કરી ભમરાઓને બોલાવવા પડતા નથી. આ તો કોઈ કાબેલ દિગ્દર્શક અભિનેતામાં રહેલી એની અભિનયશકિતની એને ઓળખ કરાવીને એની જ શક્તિને એની પાસેથી નિખારી - કેળવીને એને નટસમ્રાટ ઝીરોમાંથી હીરો બનાવે એવી વાત છે. અથવા તો કોઈ માઈકલ એન્જેલો જેવો શિલ્પકાર કાળાડિબાંગ પથ્થરમાં સુંદર મજાની શિલ્પકૃતિના દર્શન કરીને એ અદ્ભૂત શિલ્પને એ પથ્થરમાંથી કોતરી કાઢે એના જેવું છે. દો બાતાં જિયકી કરોરે, મેટો મન કી આંટ; તનકી તપત બુઝાઈએ પ્યારે, વચન સુધારસ છાંટ... રીસા...૨.
જે પોતે પોતાની જાતને ર્નાહ ઓળખે તે બીજાને કેમ કરીને ઓળખશે ?
·
-