________________
૧૦૬
આનંદઘન પદ - ૧૫
મૂકે છે. ગાયો ભાંભરે છે, પાનીહારીઓ ભજનોના ગુંજારવથી વાતાવરણને ભરી દેતી જલાશયો તરફ પાણી સીંચવા જતી જણાય છે. દળણાં દળનારી ગૃહિણીઓ પણ ઘંટીઓના અવાજ અને પ્રભાતિયાના ગાણાથી વાતાવરણને મધુર બનાવે છે. મંદિરોમાં દેવસૃષ્ટિઓને આહવાન કરતાં ઘંટારવ થવા માંડે છે અને સર્વત્ર આનંદ આનંદ વર્તાય જાય છે.
દિવ્યતાનું આવાગમન થયું હોય અને દાનવતા દૂર ભાગી ગઈ હોય એમ પ્રભાત થતાંજ જાણે અંધકારની પીડા-વિરહકાળ ભાગી ગયો હોય એવાં આનંદકિલ્લોનો કલશોર વાતાવરણમાં ચોફેર ફેલાય જાય છે. એ જ પ્રમાણે અધ્યાત્મમાં પણ આત્મદષ્ટિની તીવ્રતા વધતાં કર્માવરણના અંધકાર પટલા ભેદતાં, છેદાતાં સાધકને જ્ઞાનપ્રકાશ પથરાયાની પ્રસન્નતા વર્તાય છે.
ભૂત, પ્રેત, પિશાચ, ડાકિની, શાકિની, ચોર, લૂંટારા, ડાકુ આદિ દુષ્ટ તત્ત્વોનું જોર રાત્રીના અંધકારમાં જ હોય છે. પ્રભાત થતાં એ દુષ્ટ તત્ત્વોનું બળ હણાય જાય છે. અંધકારમાં સતત્ત્વોની ચેતના સુસુપ્ત થઈ જાય છે જે અરુણોદય થતાં જાગૃત થાય છે. એમ મિથ્યાત્વના અંધકારમાં ચેતનની ચેતના - આત્મગુણો - સ્વરૂપગુણો સુસુપ્ત થઈ ગયેલાં હતાં તે સમ્યક્ત્વરૂપી જ્ઞાનનો અરુણોદય થતાં જાગૃત થવા માંડે છે - આત્મસ્પંદન થવા માંડે છે.
ફેલી ચિહું કિસિ ચારા ભાવ રૂચિ, મિટ્યો ભરમ તમ જોર આપકી ચોરી આપહી જાનત, ઔર કહત ન ચૌર, મેરે..૨.
અજ્ઞાન, અહંકાર, કુમતિ, મમતા, માયા ઈત્યાદિના વૈભાવિક ભાવો કે જે મિથ્યાત્વરૂપી અંધકારમાં રાચનારા અને મારનારા દુષ્ટ વિકૃત ભાવો હતાં, જે ભ્રમિત કરતાં હતાં અને ભ્રમમાં રાખતા હતાં તે સર્વ ભ્રમ ભાંગી જતાં એ ભમાવનારા ભરમના તમ એટલે અંધકારનું જોર એટલે બળ હણાઈ જતાં વિપર્યાસ - વિપરીતતા - ઉલટાઈ - અવળચંડાઈ હતી તે બધી મટી ગઈ - ટળી ગઈ. ફળ સ્વરૂપ ચતુરા એટલે સુંદર એવી ભાવ રૂચિ અર્થાત્ સ્વભાવરૂચિ કે આત્મરૂચિ ચિહું દિસિ અર્થાત્ ચારેય દિશામાં એટલે ચારે કોર - આત્માના એકેએક આત્મપ્રદેશે ફેલી - ફેલાઈ ગઈ
સર્વજ્ઞનો ઉપાસક' પોતાની અંદર રહેલા સર્વજ્ઞની ઉપેક્ષા કરે ?