________________
આનંદઘન પદ - ૧૫
૧૦૯
કમલ જેમ તળાવના કાદવકીચડ એવા સમલમાંથી સૂર્યપ્રકાશને પામીને કે કુમુદ જેમ કૌમુદીના - ચંદ્રની ચાંદનીના પ્રકાશને પામીને સમલમાંથી અમલા બને છે - નિર્લેપ રહી નિર્મળ બને છે તેમ સંસારી જીવે પણ અસાર એવાં મલિન સંસારની મલિનતામાંથી જન્મ લઈ સૂર્યના પ્રકાશને કે મંદ મંદ એવાં શશી પ્રકાશને પામીને જ્ઞાનપ્રકાશથી - જ્ઞાનભાનુથી સમલમાંથી અમલ થઈ કેવલ્યકમલાને - કેવલ્યલક્ષ્મીને પ્રાપ્ત કરવાની છે.
પંક કહેતાં કાદવ કીચડમાંથી જન્મેલા પંકજે (કમલે) જેમ કાદવકીચડ પાણીથી ઉપર ઉઠીને સૂર્યપ્રકાશ કે ચંદ્રપ્રકાશનો આશ્રય લઈ કમલાકારે પૂર્ણપણે વિકસિત થવું પડતું હોય છે અને તે માટે કાદવકીચડ પાણીથી નિર્લેપ રહેવું પડતું હોય છે, તે જ પ્રમાણે આત્માએ - જીવે પણ કર્મરૂપી કાદવકીચડ અને મોહમાયા રૂપી. જલમાં પેદા થયેલ હોવા છતાં તેનો ત્યાગ કરીને જ્યારે જ્ઞાનપ્રકાશનો આશ્રય લે છે ત્યારે જ તે તેના પોતાપણાને વિકચભયે - વિકસિતા કરી શકે છે. જે વિકાસ વડે જ્ઞાનભાનુરૂપી ધ્યાનપ્રકાશ વડે વિષયવિકારોની ગાઢતાને - ઘનિષ્ઠતાને બાળીને શશીકોર એટલે બીજની ચંદ્રરેખા જેવી પાતળી મંદ સ્થિતિમાં લાવી દે છે. અર્થાત્ સાધકને તે કાચમી પરેશાનીથી મુકત કરે છે કેમકે પછી મંદ બનેલા સંજવલન કષાયથી જ મુકિત મેળવવાની શેષ રહે છે.
આમ વિષયોરૂપી વિકારો નબળા પડી જવાથી સંજ્વલના પ્રકારના મંદ થવાથી સાધકની ભાવરૂચિમાં ફકત એકજ વસ્તુ પોતાનું આનંદઘન સ્વરૂપ જ વલ્લભ એટલે પ્રિય લાગે છે.
દુન્યવી પદાર્થો પ્રત્યે જે ભાવરૂચિ હતી તે આત્મધ્યાન - સ્વરૂપધ્યાનની ભઠ્ઠીમાં સ્વરૂપક્રિયાના ધ્યાનાગ્નિમાં જલીને ભસ્મીભૂત થાય છે. આ સ્વાનુભૂતિનો વિષય હોવાથી સાધક આત્મા સિવાયના બીજા કોઈને આ જ્ઞાનાભૂતિની ગમ પડતી નથી. આ અગમ એટલે ગમ પડે એવું નથી છતાં આત્મગમ્ય એવું આગમ છે. આવા અગમ એવાં આત્માની ગમ પડવાથી, અનાત્માનું ગમન થવાથી અને આત્માનું આગમન થવાથી પછી કુમતિ, માયા, મોહ, મમતા, તૃષ્ણા, કામના, લાલસા જેવાં કોઈ અનાત્મભાવોના અંતરાયો
સંસાર તરવા માટે માનવભવ આપીને કર્મસત્તાએ જીવ ઉપર મહાન ઉપકાર કર્યો છે.