________________
આનંદઘન પદ - ૧૭
૧૧૭
વાતાવરણ જેવો સંગ, જેવું સંવર્ધન તેવો વિકાસ - ઉર્થીકરણ કે રકાસ-પતન
હાય,
અહીં ચેતનમાં રહેલી સુમતા અને કુમતાની ખેંચાતાણીની વાત વણાયેલી છે. સાત્વિક સંવર ધર્મમાં પ્રવેશેલી સુમતાએ પૂર્વની પુયાઈ અને સંસ્કારગુણો લઈને અવતરેલા પનોતા પુત્રનું નામ પાડ્યું છે “ગ્યાન'. આવા અનુભવ જ્ઞાન સાથે લઈને અવતરેલા જ્ઞાની સંસ્કારી પુત્રની શિષ્ટ (સભ્ય), સાત્વિક, ધાર્મિક ચેષ્ટા (સદ્વર્તન) જોઈને અપર (સાવલી) માતા કુમતાના પેટમાં તેલ રેડાયા છે. ચેતન પતિના અને સુમતા-ચેતના પત્નીના આ સલુણા સંતાન પ્રત્યે કુમતા-અપરમાતા છેષ બુદ્ધિ ધરાવે છે અને જ્યારે જ્યારે કોઈ જોતું ન હોય, બાળકના હિતેચ્છુઓની ગેરહાજરી હોય - આઘાપાછા થયા હોય ત્યારે લાગ સાધી બાળકને એના સદ્વર્તન બદલ વઢતી, ધમકાવતી, ફટકારતી હોય છે અને બાળકને બીવડાવતી - ડરાવતી હોય છે. કુમતાના બાળક પ્રત્યેના આ ગેરવર્તાવથી માતા સમતા ચિંતિત રહેવા લાગે છે. સુમતાની ચિંતાનું કારણ પિતા ચેતનની જાણમાં આવતાં હવે તે કુમતાને ઠકમારે છે અને ઠપકો આપતા કહે છે કે આ છોરાને તું કેમ મારે છે ? શું તું એમ સમજે છે કે આ છોરાને કોઈ કાળા કરતૂતો કરનારી કાળકાએ કે ડાકણે (કાડ્યા) જન્મ આપેલ કાળોતરો કુપુત્ર છે ? જે કોઈ સદ્વર્તાવ કરે છે, ધર્મભાવ સેવે છે તેની પ્રત્યે તું અણગમો રાખી ભેદભાવ ભર્યો અભદ્ર વ્યવહાર કરે છે, તે મને ચેતનને ખૂબ કઠે છે અને તારા પ્રત્યે મને ધિક્કારની લાગણી થાય છે. સુમતા કયારેય તારી સાથે અસભ્ય વહેવાર કરતી નથી પણ તારે માટે સભાવ રાખે છે, તેનો જવાબ તું આ રીતે એના વહાલસોયા સંતાનને રંજાડીને આપે છે ? આ તારા. દુર્વ્યવહારથી તો હવે હું ત્રાસી ગયો છું - વાજ આવી ગયો છું. તારાથી મારા સપ્પરિવારના શાંતિ સુખ સમૃદ્ધિ હરાઈ રહ્યાં છે - હણાઈ રહ્યાં છે. મને તો ડર લાગે છે કે ક્યાંક તારા કુસંગમાં હું પોતે જ કુછંદના રવાડે ન ચડી જાઉં. હવે તું ફુમતા મને મારા ઘરમાં ન જોઈએ. હું તારો ત્યાગ કરું છું. - પૂર્વની પુણ્યાઈ સંસ્કારોને સાથે લઈને આવેલો આ મારો વહાલસોયો લાડકવાયો દીકરો તો મારો લાલ છે. મારી આંખનું આ રતન ભોળો ભાલો
સર્વ સંપત્તિને સમાજના સુખમાં વાળે તે મહામાનવ, એ ઊંચી ગતિમાં જાય.