________________
૧૧૮
આનંદઘન પદ - ૧૭
મારો લાલો કેવું મીઠું મીઠું કાળુંઘેલું મનભાવન બોલે છે ? જાણે ફૂલ ઝરે છે. એની અમૃતવાણીથી સંસ્કારી વેણ - બોલથી મારું હૈયું ગદ્ગદ્ થાય છે. બાળક સંસ્કાર લઈને અવતરે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન ખુદ છે અને બીજાં વજસ્વામી છે. શ્રીચંદ્ર અરિહંત વંદનાવલીની ૧૧મી ગાથામાં ગાયું છે.....
જે બાલ્યવયમાં પ્રૌઢજ્ઞાને, મુગ્ધ કરતાં લોકને; સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને; ત્રણ લોકમાં વિસ્મય સમાં, ગુણરૂપ યૌવનયુકત જે; એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું
યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી જરા અન્ય રીતે અર્થઘટન કરે છે. લયોપશમચેતનારૂપ સ્ત્રી પોતાના અંતરાત્મરૂપ ચેતન સ્વામીને કહે છે કે - હે સ્વામિન્ તું સંયમરૂપ પુત્રને કેમ મારે છે ? તે શું કર્મનું દેણ (દવું) કાપ્યું છે કે આટલો બધો ફૂલાઈને નાના પુત્રને મારે છે ? આ તો આપણું કર્મનું દેવું ફેડીને કરજમાંથી મુક્ત કરી આપણો ઉદ્ધાર કરનાર દેવનો દીધેલ પનોતા પુત્ર છે. પ્રમાદમાં ફસીને તું એને નથી મારતો પણ તું જ તારા પગ પર કુહાડો મારી તારી અવનતિને આમંત્રણ આપી રહ્યો છે. સર્વ પ્રિય વસ્તુઓમાં પ્રિય. હોય તો તે આ મારો સંયમ પુત્ર છે. હાલ તો એ બાળકો નાનકડો છે પણ ભદ્રક પરિણામી છે. સર્વ જીવો પ્રત્યે પ્રેમ રાખી જીવદયા પાળવી, જૂઠ કયારેય બોલવું નહિ, કોઈની કોઈ પણ ચીજ એના માલિકની અનુમતિ સિવાય લેવી નહિ, વસ્તુઓનો બીનજરૂરી સંગ્રહ નહિ કરતાં જરૂરિયાતમંદોમાં તેનો સદુપયોગ કરવો, મોટાંઓનો વિનય કરવો, એમને માન આપવું, ગુણીજનોની ભકિત કરવી, મન ઈન્દ્રિયોને વશ રાખવા એવાં એવાં અમૃત વેણ ઉચ્ચરે છે. આપણો કેટલો વિનય સાચવે છે અને આપણી સાર સંભાળ રાખે છે. છોરુ કછોરુ થાય તો પણ માવતર કદી કમાવતર ન થાય એવી રીતિનીતિ છે. જ્યારે આ તો ગુણમૂર્તિ છે એવાં ગુણિયલ દીકરા ઉપર હાથ ઉપાડતા તું લાજતો કેમ નથી. ? જરા શાંત ચિત્તે વિચાર તો કર !
લેય લકુટિયાં ચાલણ લાગો, અબ કાંઈ ફૂટા છે નેણ; તુ તો મરણ સિરાણે સૂતો, રોટી દેશે કોણ ? છોરા...૨.
માનવમાંથી મહામાનવ અને અતિમાનવ બનવા માટે માનવભવ મળેલ છે.