________________
૧૨૦
આનંદઘન પદ - ૧૭
જણાવે છે કે
હે સ્વામિન ! તું તો હવે લાકડીના ટેકે ટેકે ચાલે છે, તારી આંખો પણ ફૂટી ગઈ છે અર્થાત્ આંખો નબળી પડી ગઈ છે એટલે કે અણસમજુ નાદાના અજ્ઞાની બની તું તારા સંયમપુત્રને અવિરતિની લાકડીથી મારી રહ્યો છે. સુમતારૂપ ચેતના એના સ્વામી ચેતનને સમજાવી રહી છે કે હવે તો તું મરણપથારીએ પડ્યો છે. આ તારા પુત્ર વિના તને કોણ રોટી આપશે અને તારી સાર સંભાળ સારવાર કોણ કરશે ? આપણો આ સંયમરૂપ પુત્ર જ અષ્ટકર્મરૂપ દેવામાંથી આપણને મુકત કરી શકશે. માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદને વશ પડી એને મારશો ધમકાવશો નહિ પણ ભવિતવ્યતાના યોગે પ્રાપ્ત થયેલાં આ “દેવના દીધેલાં આવ્યા છે તો અમર થઈને રહેશો” કહી એને આવકારો, એનું લાલનપાલન સંવર્ધન કરો. એ તો આપણી બુઢાપાની લાકડી છે. નોધારાનો આધાર છે.
પાંચ પચીસ પચાસાં ઉપર, બોલે છે સૂધા વેણ; આનંદઘન પ્રભુ દાસ તિહારો, જનમ જનમકે સેણ. છોરા...૩.
અનુભવજ્ઞાની એવાં ધર્મસંબંધી કલ્યાણમિત્ર સાધર્મિકની ભાવમયી દૃષ્ટિ, હિતચિંતા કે તેની જાગૃતિની ટકોરથી યા તો સંસારીઓના સ્વાર્થના સગપણોનો અનુભવ કર્યા પછી, મોહમાયાને લાત મારીને તેનાથી સાવ નિરાળા બનીને ધર્મધ્યાનની આત્મહિતની પ્રવૃત્તિમાં જેઓ લાગ્યા, તે પોતાનું કલ્યાણ સાધી પ્રાપ્ત માનવ જન્મારો સાર્થક કરી ગયા. આવી આ સુધારસ નીતરતી અમૃતરસભર વાણી, અનુભવ સિદ્ધ એવાં જ્ઞાનવૃદ્ધ પુરુષની વાણી, ભલે પ્રાથમિક દશામાં હોય, છતાંય એવી કલ્યાણી વાણી પાંચ, પચ્ચીસ, પચ્ચાસની વય વટાવી ગયેલાં સંસારમાં રચ્યા પચ્યા વૃદ્ધો પણ બોલી શકતા નથી. અનંત અવતારની જન્મજન્માંતરની સાધનાના પરિપાકરૂપ, આ સુધાવાણીને હું પામી શકવા ભાગ્યશાળી થયો, એમાં તારા જેવાં આનંદઘન - ચિઠ્ઠન સ્વામીના દાસપણાના સ્વીકારનો જ પ્રતાપ અને પ્રભાવ છે.
અથવા તો હે પ્રભુ આનંદઘનજી ! જન્મોજન્મના આપના સાથ સંગે
દ્રવ્ય પરિપૂર્ણ હોવા છતાં પર્યાયની જે અપરિપૂર્ણતા છે તે જ સંસાર છે.