________________
આનંદઘન પદ - ૧૫
૧૦૭
અર્થાત્ ઉપયોગ શુદ્ધ બનીને ભીતર અંતરતમમાં ગયો અને પોતાના સ્વરૂપમાં ભળી ગયો એટલે કે ચેતનરૂપી ચક્રવાકનું ચેતનારૂપી ચક્રવાકી સાથે મિલન થતાં આત્મા સમગ્રમાં સર્વત્ર કણીએ કણીમાં - અણુ અણુમાં આનંદ આનંદ વર્તાવા માંડ્યો. સાધક જીવને હું શુદ્ધ ચેતન્યમય ત્રિકાળ જ્ઞાનસ્વરૂપી માત્ર આત્મા છું એવું શુદ્ધ આત્મશ્રદ્ધાન સ્વ પ્રતીતિ થતાં દેહને હું માનવા રૂપ મિથ્યા ભ્રમ રૂપ અંધકારનું - ભરમ તમનું જોર નષ્ટ થઈ ગયું. એટલે કે દેહને જ હું માનવારૂપ દેહાતાદાભ્ય તેમજ કુમતિના વાદળો વિખરાઈ ગયાં અને શુદ્ધ ચેતન્ય પ્રકાશ નિખરી આવ્યો - મિટ્યો ભરમ તમ જોર.
હું સૂર્યવદન કે હું ફલાણો ફલાણોની જે મિથ્યા માન્યતા આનંદિકાળથી અડિંગો જમાવીને બેઠી હતી તે હવે વિદાય લઈ રહી છે અને હું ત્રિકાળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપની પ્રતીત થવા લાગી છે. અવસ્થામાં અવસ્થિત થઈ અવસ્થાની વિશેષતામાં રાચનારો હવે અધિષ્ઠાન (આત્મા)માં અધિષ્ઠિત થઈ નિર્વિરષ પદનો અભિલાષી બન્યાની અનુભૂતિ વર્તાય છે. અવસ્થાના ગુરૂત્તમભાવમાંથી ગુરુત્તમ એવાં આત્મભાવની પ્રાપ્તિ માટે લઘુત્તમ ભાવ વર્તાતો જાય છે. પાર્ગદષ્ટિ વ્યષ્ટિમાં પરિવર્તત થઈ છે.
સમ્યજ્ઞાનનો ભાનુ (સૂર્ય) આત્મઘટમાં પ્રકાશતા દેહમાં હુંપણાની આત્મબુદ્ધિ - દેહતાદાભ્યનો ભ્રમ ટળી જતાં દિશા અને દશા ઉભય પલટાઈ જાય છે. એથી જીવને પોતાને આપોઆપ સહજ ખ્યાલ આવી જાય છે કે જે મારું નહોતું, જે પરાયું હતું તે કર્મભનિત મારી અવસ્થાને હું મારી માનતો હતો તે તો મારી પોતાની ચોરી જ હતી. પરાઈ ચીજને આપણી માલિકીની ગણાવી એના ઉપર આપણો હક દાવો ઠોકી બેસાડવો એ ચોરી નથી તો શું છે ? પુણ્યકર્મના ઉદયથી મળેલાં દેહ, ઈન્દ્રિયો, તન, મન, ધન, સ્વજન, સંપતિ, ચશ, પદ, પ્રતિષ્ઠા એ બધી કર્મજનિત અવસ્થા - કર્મના એંઠવાડને હું મારા મારા કહીને મારી વિશેષતાઓ - વિશિષ્ટતાઓમાં હું કૂલાતો હતો. એને જેને હું મારા માનતો હતો તે તો પુણ્યકર્મે મને ઉછીના લીઝ ઉપર આપેલાં ઉધારિયા પર પરાધીન અને વિનાશી હતાં. એ તે આત્મસ્વરૂપ - આત્મસ્વભાવથી ભિન્ન પદ્ગલિક જડ તત્ત્વો હતાં કે જેમની ઉપર મેં સત્તા જમાવી માલિકી હક સ્થાપ્યો
ઈન્દ્રપદ-ચક્રવર્તીપદ જેને એંઠ લાગે છે તેને સ્વરૂપની મસ્તી ચડી ગઈ છે.