________________
પર
આનંદઘન પદ - ૮
નિગોદવાસી બનીને પામ્યા છે. ઉપશમ શ્રેણિએ ચઢેલાં અને ઠેઠ ઉપર અગિયારમાં ગુણઠાણે પ્રાય: ભગવાન કહેવાય એવી દશાએ પહોંચીને પણ પ્રમાદવશ થઈને કે મમતામાં મુંઝાઈને પટકાયા છે અને સંસારમાં રખડચા છે.
સમતાએ ચઢેલા ચેતનના પરિણામને પ્રમાદરૂપી મમતા તરફ પાછા ફરતાં જોઈ સુમતિ ચેતનાને કહે છે... “તું તારા સ્વામીને કેમ જગાડતી નથી ? કેમ ચેતવતી નથી - સાવધ કરતી નથી ? મમતાના સંગમાં એ શું સુખ મેળવશે ?” દુગ્ધપાનનો ઈચ્છુક બકરીના ગળે રહેલ આંચળ દોહવાની મુર્ખામી કરે તો કાંઈ દુધ મળે ? એ તો બકરીના દુધ દેનારા આંચળ (સ્તન) ને દોહે તે દુધ મેળવે અને દુગ્ધપાન કરે. એજ રીતે સુખનો ઈચ્છુક મમતાના પલ્લે (સંગે) પડશે તો કાંઈ એ સુખ મેળવી શકશે નહિ. ઉલ્ટો મમતાની મોહમાયાજાળમાં ફસાઈ જશે અને બંધી બનેલો એ ફસામણમાંથી બહાર આવી શકશે નહિ. સુખ મળશે તો સમતાના સંગમાં મળશે.
મેરે કહેતે ખીજ ન કીજે, તું ઐસીહી શીખાવે; બહોત કહેતેં લાગત ઐસી, અંગુલી સરપ દખાવે અનુભવ૨.
સુમતિ ચેતનાને શીખ તો આપે છે પણ સુમતિ હોઈ, જાણે છે કે સલાહ કોઈને લેવી ગમતી નથી છતાં આપવી તો ગમતી જ હોય છે, તેથી તે ચેતનાને સ્પષ્ટતા કરતાં કહે છે કે મારા વચનો સાંભળીને કદાચ તને ખીજ ચડે કે ગુસ્સો આવે અને વળતા તું પણ મને બે ચાર કટુ વચન સંભળાવી દે કે તું સુમતિ દોઢડાહી થઈને મને વારંવાર આવી ને આવી વણમાગી શીખ-સલાહ આપ્યા કરે છે.
તારી હાલત હું જાણું છું. વળી હું એ પણ જાણું છું કે વારંવાર આ પ્રમાણે કહેવું કે ટોક ટોક કરવું ઠીક નથી. શિખામણ આપવા ઊઠતી આંગળી સામાને ફૂંફાડા મારતી કોઈ જાણે સર્પિણી નહિ હોય એવી ભાસે છે. તારા સ્વામી ચેતનને તો આ હેજેય ગમે એમ નથી. પરંતુ હે ચેતના ! હે અનુભવ મિત્ર ! તું તારા સ્વામી ચેતનને - અનુભવના નાથને સમજાવ કે એનામાં અનંતશકિતઓ છૂપાયેલી પડેલી છે. ચેતના તું તારા સ્વામી ચેતનને મનાવ, સમજાવ, ઠેકાણે
ક્રિયા કરતા ભાવનું અને ભાવ કરતાં દષ્ટનું મૂલ્ય વધારે છે.