________________
T
આનંદઘન પદ
-
૧૧
વાયુ વાતો હોય તેની સામે જ મોર પોતાનું સ્થાન લઈને સહેજ પણ વિચલિત થયા સિવાય નિષ્કપપણે બેસી રહે છે. આ મોરનો પ્રત્યાહાર છે.
ધારણા : જ્ઞાનમાં આવેલા પદાર્થોને સંસ્કારથી કાલાંતરે વિસ્મરણ ન થવા દેવું તે ધારણા છે. મોર સ્વનિર્ણયમાં કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહે છે. આ તેની ધારણાની દૃઢતા છે.
ધ્યાન : આસપાસની પરિસ્થિતિથી અળગો રહીને મોર પોતાની મસ્તીમાંજ મગ્ન રહે છે. વિકલ્પોમાં અટવાયા વિના એ પોતાની જાતને જાગૃત રાખે છે. કોઈ શુભ વિષયમાં એકાગ્રતા એ ધ્યાન છે. ધ્યાનમય જાગૃતિ કર્મક્ષયનું કારણ બને છે. પારમાર્થિક ધ્યાન દ્વારા કાષ્ટમાં રહેલા અગ્નિની પેઠે આત્મા પ્રગટ થાય છે.
સમાધિ : આત્મજ્ઞાની આત્મા સાથે તન્મય થઈ એકીકરણ પ્રાપ્ત કરે તે સમાધિ છે. સ્વરૂપમાં ચિત્તનો નિરોધ કરીને શુભ કે શુદ્ધ ઉપયોગમાં એકાગ્ર થવું તે સમાધિ છે. યોગીજનોના લક્ષણોથી યુક્ત મોર સમાધિમાં રહેવા પ્રયત્નશીલ રહે છે.
જેમ કૈવલ્ય લક્ષ્મી (કમલા) ને પામેલા કેવલજ્ઞાની અરિહંત પરમાત્માની ભકિત પ્રત્યે પ્રસન્ન રસ રેડીને પ્રભુભક્તિના રંગમાં રંગાયેલી તે સ્વરૂપવાન અપ્સરાઓ નૃત્ય, નાચગાન કરતી વખતે બધી સૂઝબુઝ ખોઈને એક રસરંગથી પ્રભુ સમક્ષ નૃત્યકલા કરે છે, તેવાજ રસરંગથી ભરપૂર મોહ પર વિજય મેળવ્યાના નિશાન ડંકા વાગી રહ્યાં છે. તેના ધ્વનિના પડઘા મારા મસ્તકમાં વાગી રહ્યાં છે. આનંદઘન એવાં મારા આત્માએ મોરની જેમ યોગના સર્વાંગ ધારણ કરેલા છે તેથી સમાધિ સ્થિત મુદ્રા ધારણ કરેલી છે જેમણે એવી ધ્યાની દશામાં મારા ભીતરી પ્રભુ આગળ અપ્સરાઓ ભકિતભાવથી નાચગાન કરી રહી છે તેના નિશાન ડંકા વાગી રહ્યાં છે.
સામાન્યથી મોટા ભાગના જીવોના જન્મ જન્માંતરના સંસ્કાર પ્રકૃતિમાં દોષ શોધવાના છે. પ્રકૃતિમાં દોષ શોધનારો પોતાના આત્માને ભગવાન બનાવી શકતો નથી. અહિંયા પણ મોરના જીવનમાં પણ દોષદૃષ્ટિ એપ્લાય કરી કહેવું
સંસાર ખોટી માન્યતાથી ચાલે છે, અધ્યાત્મ સાચી માન્યતાથી ચાલે છે.