________________
આનંદઘન પદ - ૧૨
કુબુદ્ધિના સામા પક્ષે સુબુદ્ધિને આનંદઘનજી મહારાજા રાધિકા તરીકે સંબંધીને એને કૃષ્ણની પત્ની રાધા સાથે સરખાવે છે. જ્ઞાનીઓનું કહેવું છે કે રાધા એ કૃષ્ણ એટલે આત્માની આત્મસ્વરૂપ ચિંતવન ધારા છે.
ખેલે ચતુર્ગતિ ચોપર, પ્રાણી મેરો ખેલે; નરદ ગંજીફા કૌન ગિનત હૈ, માને ન લેખે બુદ્ધિવર૧.
યોગીરાજજી કહે છે કે પ્રાણી મેરો ખેલે ચતુર્ગતિ ચોપર.. મારા આત્માની હજી સુધી જોઈએ એવી ચિત્તશુદ્ધિ થઈ નથી. તેથીજ હજુય એ ચાર ગતિના ચોકમાં બીજા જીવોની જેમ ભટકે છે. મારો આત્મા હજુ કર્મની ગુલામીમાંથી મુકત થયો નથી. સાધક બનવા છતાં જો જીવન પ્રમાદવાળું હોય તો જ્ઞાનમાં અહંકાર ઘૂસી જાય છે અને જો તે તરફનું લક્ષ જ ન હોય તો મહા અનર્થકારક આત્મવંચના થાય છે. આમ પોતાના ભગવત્ સ્વરૂપ આત્માને આત્મા પોતેજ છેતરે છે. આવું વિચારી યોગીરાજ અનંદઘનજી પોતાના ચૈતન્ય આત્માને આત્મમાર્ગે સન્માર્ગે દોરી રહ્યાં છે.
હે નર દેહે રહેલાં માનવીઓ ! આ માનવદેહ એ તો નરદ - નક્કર - નગદ નાણું છે. એ તો રોકડાનો વેપાર છે. અથવા તો આ નરદેહ (નરદ) જે મળ્યો છે તે એવું નગદ નાણું છે કે જેનાથી મોક્ષ ખરીદી (મેળવી) શકાય. ગંજીફા એ બાવન પાનાની રમત છે, જે રમતા આવડે તો - એ બાવન પાનાની ગણતરી કરતાં આવડે તો, અત્યંત લાભ થાય એમ છે. પોતાનું આત્મઘર સર (જીતી) કરી શકાય છે. અન્યથા દુ:ખનો ડુંગરો પણ ખડકી શકાય છે. આ રમતમાં હાર્યા તો દુ:ખના ડુંગરો ખડકાઈ જતાં તેનો પાર પામવો અત્યંત કઠિન બની જાય છે. મારો આત્મા પણ આ પહેલાં બાવન પાનાની રમતમાં હારીને અનંતકાળ દુ:ખમાં રુલ્યો છે.
પરંતુ આ બાવન પાનાનું ગણિત કોણ ગણે છે? આજે હું જે રીતે આ રમતમાંથી આધ્યાત્મિક બોધ પામ્યો છું તેવો બોધપાઠ લેનારા અને તેના દ્વારા આત્માને ઉર્ધ્વગતિ પમાડવા દ્વારા મોક્ષ સુધી પહોંચાડનારા વિરલા કેટલાં હશે ? અર્થાત્ બહુ જૂજ વિચક્ષણ વિરલ આત્માઓ આ બાવન પાનાની ગણતરી
વિકલ્પ ખોટો આવી જાય તે ચાલે પણ ખોટો વિકલ્પ કરાય નહિ.