________________
આનંદઘન પદ - ૧૪
૧૦૧
છે કે જે ચેતનના ઘરને પોતાનું ઘર જ માનતી નથી તો પછી એ શું એને સંવારવાની, સંજવારવાની, સજાવવાની કે અજવાળવાની ?
આ તૃષ્ણા તો શઠ એટલે લુચ્ચી, ઠગ એટલે ઠગનારી - છેતરનારી અને કપટ - માયા કરનારી કપટી-માયાવી છે. એ તો એના પિયરના કુટુંબ - પિયરિયાના પરિવારમાં જે મેલાં મનવાળી કુમતિ-કુબુદ્ધિ છે, ઠગારી-ધુતારી આશા-ઈચ્છા છે, લુચ્ચી કપટી લાલસા છે, પ્રીતિનો નાશ કરનાર ક્રોધ, માદેવતાનો નાશ કરનાર અહંકાર, ઋજુતા-સરળતાનો નાશ કરનાર માયા, સર્વનાશ-સત્યનાશ કરનાર લોભ છે તેને જ પોંખનાર એટલે કે ઓવારણા લેનાર અને પોષનાર છે. “પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણે ઘેર' એ ઉકિતથી પરણ્યા પછી પિયરિયાને પરાયા પારકા ગણી સાસરિયાને સાચા સગાં-સ્વજન-સંબંધી ગણે છે તે પોતાના પતિના ઘરને પોતાનું ઘર બનાવી ઘરની સાચી ગૃહિણી-સ્વામિનિ બની ધણીની પણ ધણીયાણી થાય છે. આત્મા સાથે સંબંધ સ્થાપિત થયાં પછી આત્મગુણ અને આત્મભાવમાં જ રમવું જોઈએ અને અનાત્મભાવ છૂટી જવાં જોઈએ.
સમતારૂપ ચેતના સ્વામિનિ પોતાના ચેતન સ્વામીને કહે છે તમે શાંત ચિત્તે, સ્વસ્થ મનથી આ બધાંનો વિચાર કેમ કરતાં નથી અને તૃષ્ણા અને તેના પરિવાર પાછળ તણાવાનું ખેંચાવાનું છોડી સ્વઘર કેમ પાછા ફરતાં નથી ? * કુલટા કુટિલ કુબુદ્ધિ સંગ ખેલકે, અપની પત કર્યું હારો ?
" આનંદઘન સમતા ઘર આવે, બાજે જીત નગારો. અનુ૩. - હે સ્વામિન્ ! આ કપટી કુલટા કુમતિની સોડ (સંગ)માં પેસી શા માટે આપ આપની પત એટલે પ્રતિષ્ઠા - આબરૂનું લીલામ કરો છો ? ખાનદાનની આબરૂના ઘજાગરા શા માટે કરો છો ? આ તો મનાતીત, ઈન્દ્રિયાતીત પરમાત્મા બનવા માટે મળેલાં માનવ દેહને ધૂળમાં મેળવવા જેવું - હારી જવા જેવું - હાંસીપાત્ર બનવા જેવું થાય છે.
માયિક બહુ રહ્યાં. હવે સામયિકમાં આવો. યોગીરાજજીની સુમતિ એવું ઈચ્છી રહી છે અને કહી રહી છે કે જ્યારે અંતરતમમાંથી સમતા પ્રગટશે ત્યારે
તમે તમને ભૂલી જાવ તો કષાયનું વિષચક્ર ચાલુ રહે.