________________
આનંદઘન પદ - ૧૪
૯૯
કચાશ છે જેથી ઝોકું આવી જાય છે, સ્વપ્નમાં - પ્રમાદમાં સરી જવાય છે અને લપસી જવાના - પડી જવાના સંયોગો ઊભાં થતાં રહે છે. એક અન્ય જ્ઞાનીએ પણ ગાયું છે કે...
કયોં કર મહિલા બનાવે પિયારે, કર્યો કર. પાંચ ભૂમિકા મહલ બનાયા, ચિત્રત રંગ રંગાવે. કયોં કર..૧ ગોખે બેઠો નાટિક નિરખે, તરુણી રસ લલચાવે; એક દિન જંગલ હોગા ડેરા, નહિ તુજ સંગ કહું જાવે. કચ કર..૨
એથી જ હવે ચેતના ચેતનને ચેતવે છે કે આ બધાં કેવાં પર, પરાયા, સ્વાર્થી પતનને નોતરનારા છે તે પદના બીજા ચરણમાં જણાવે છે.
- તૃષ્ણા રાંડ ભાંડરી જાઈ, કહા ઘર કરે સવારો; શઠ, ઠગ કપટ કુટુંબથી પોખે, મનમેં કહ્યું ન વિચારો. અનુ.૨.
માયા એ કુલટાની જાતિની મમતાની દીકરી છે અને તૃષ્ણા એ માયાની જણેલી માયાની જાઈ છે. તૃષ્ણા એટલે કે લાલસા-તલપ-ઈચ્છા એ રાંડ છે. રાંડ (વેશ્યા)ને કોઈ એક પુરુષ નથી હોતો. જે એને પોષે - પૈસા આપે તે પૈસા આપે ત્યાં સુધીનો તેનો પતિ તેનો પુરુષ હોય છે. એમ તૃષ્ણા કોઈ એકની થઈને રહેતી નથી. એક તૃષ્ણા - એક ઈચ્છાની પૂર્તિ થાય ન થાય ત્યાં તો નવી ઈચ્છા ઊભી થયેલી જ હોય છે. તૃષ્ણા સતત તાણમાં રાખે છે અને દોડાવ દોડાવ કરે છે. તોષ પામતી જ નથી. તૃપ્ત થતી જ નથી. તૃષ્ણા - તલપ જીવને સતત તપેલો રાખી તપાવ્યા જ કરે છે - ભગાવ્યા જ કરે છે. એકથી તોષ પામતી નથી તેથી તેને રાંડ કહીને વખોડી છે. તૃષ્ણા જેમ રાંડ છે તેમ ભાંડરી એટલે કે ભાંડ ભવાયાની જાતની પણ છે. કારણકે જેમ ભાંડ ભવાયાની પાસે ગામમાં ઘર અને સીમમાં ખેતર ન હોવાથી કોઈ એક ગામમાં ઠરીઠામ થઈને નહિ રહેતાં ગામેગામ ભટકતાં રહી ભાંડ બની, બહુરૂપી બનીને જુદાજુદા વેશ ધારણ કરી ભવાઈ ભજવીને પેતાની આજીવિકા રળે છે અને વણઝારા બની ભટક ભટક કરે છે એવી રીતે તૃષ્ણા પણ ઠરીઠામ ન રહેતાં ભાંડભવાયાની જેમ ભટક ભટક કર્યા કરે છે, અને નીત નવનવા વેશ કરી જુદાં
જ્યાં ઢંઢ છે ત્યાં હું (આત્મા) નથી.