________________
૮૬
આનંદઘન પદ - ૧૨
અનંતાનુબંધી અને અપ્રત્યાખાની એ બે કષાયોને જે જીતે છે, એ પાંચમા ગુણઠાણે પહોંચે છે. એ પાંચમા ગુણઠાણા પછી જે કોઈ સાધક છઠ્ઠા અને સાતમા ગુણઠાણાને પામે છે,તે પાંચ વત્તા બે એમ સાતમાં ગુણઠાણાને પહોંચ્યા પછી એને શ્રેણિના છ ગુણઠાણા ઓળંગવાના રહે છે. જે ઓળંગી જતાં માત્ર એક જ ચૌદમું ગુણસ્થાનક શેષ રહે છે, તે સહજ જ પ્રાપ્ત થતાં સિદ્ધિ લાધતા સિદ્વિપદે આરૂઢ થવાય છે.
પાસાના અંક વિષે બીજી એક અપેક્ષાએ વિચારતાં પાંચ અવ્રતથી બે એટલે કે રાગ અને દ્વેષનું પોષણ થતું રહે છે તો સાત ગતિનું પરિભ્રમણ ચાલુ રહે છે અને આઠમી મોક્ષ ગતિથી દૂરના દૂર રહેવાય છે. એ સાત ગતિ તે (૧) નરક (૨) એકેન્દ્રિય (૩) વિકલેન્દ્રિય (૪) સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય (૫) ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય (૬) મનુષ્યગતિ અને (૭) દેવગતિ.
એ જ રીતે છનો અંક સૂચવે છે કે પકાયની હિંસારૂપ એક અંક સૂચિત અસંયમના સેવનથી સાત ગતિના વેદમાં પરિભ્રમણ ચાલુ ને ચાલુ જ રહે છે. એ સાત વેદ તે (૧) નરક અને એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિય ગતિનો નપુસંકવેદ પ્રાપ્ત થાય છે. (૨) તિર્યંચ પંચેન્દ્રિય ગતિનો નરવેદ (૩) તિર્યંચ પંચેન્દ્રિયનો : ગતિનો નારીવેદ (૪) પંચેન્દ્રિય મનુષ્યગતિનો નરવેદ (૫) પંચેન્દ્રિય મનુષ્યગતિનો નારીવેદ (૬) દેવલોકના દેવનો નરવેદ (૭) દેવલોકના દેવીનો નારીવેદ અથવા તો છ લેશ્યા ઉપરના વિજયથી એક મન ઉપર વિજય મેળવાય. છે.
પાસાના અંક પાંચ અને બે વિષે એમ પણ વિચારી શકાય કે પાંચ ઈન્દ્રિયો ઉપરનો ભય એ રાગ દ્વેષ ઉપરનો જય છે.
ચઉદાસી માચે ફિરે નીલી, ચાહ ન તોરી જોરી; લાલ જરદ ફિર આવે ઘરમેં, કબહુંક જોરી વિહોરી. પ્રાણી...૪.
ચાર ગતિ રૂપ સંસાર એ ચોર્યાસી લાખ જીવયોનિથી ખદબદતો છલોછલ ભરેલો અંધારિયો કૂવો છે, તેમાં મોહ, માયા, મમતા, દુર્બુદ્ધિ, તોરમાં ને તોરમાં પોતાનું જોર ચલાવીને જગતના જીવોને કાળી, નીલી, ભૂખરી શાહીથી અર્થાત્ જેને પોતાના વીતરાગ સ્વભાવમાં વિશ્વાસ નથી તે પરમાં વિશ્વાસ કરે છે.