________________
આનંદઘન પદ - ૧૩
૯૫
એ આત્માની મહાસત્તા છે. અનેકાન્ત શબ્દથી આત્મા અનંત ગુણધામ હોઈ, આત્માને અનંત ગુણધર્માત્મક કહીએ તો ત્યાં અનેકાન્ત એ આત્માનો વૈભવ - ગુણવૈભવ છે. સતી સ્ત્રીને પતિના સંબંધથી પતિથી જે સંબંધિત છે તે સર્વ સ્વજનાદિથી સંબંધ છે પણ પતિસંબંધ તો માત્ર એક પોતાના પતિની સાથે જ છે. પતિ સંબંધિત સ્વજનોની સાથેના સંબંધ દ્વારા પતિની ચાહના કૃપા મેળવી પતિપ્રેમમાં ડૂબી જવાનું હોય છે. જો તે પતિના સ્વજનોની સાથે સુમેળ ન રાખે તો પ્રતિપ્રેમને ખોઈ નાંખવો પડે છે. એમ જાતિ એકતાથી સહુ જીવો એક સરખા જીવ જાતિના છે અને સ્વરૂપથી સહુ એક સરખા સમસ્વરૂપી સિદ્ધસ્વરૂપી છે, એ સંબંધથી જીવ માત્ર સાથે વ્યવહાર મંત્રી (પ્રેમ-વાત્સલ્ય), પ્રમોદ, કરુણા અને માધ્યસ્થનો જ રાખવાનો છે પણ એ બધોય વ્યવહાર પેલાં એક માત્ર પરમપદને અનુલક્ષીને એકાન્ત માટે અનેકાન્ત છે. વ્રતના કંદ્રની. વચ્ચે નિકંત થઈ અદ્વૈત થવાનું છે. આ સંદર્ભમાં મહામહોપાધ્યાયજી યશોવિજયજીએ પણ ગાયું છે કે.... તે કેમ પર સુર આદરે, જે પરનારી વશ રાચ્યા રે... ગિરુઆ રે ગુણ.
અનેકાન્તના માર્ગે ચાલી એકાત અસંગ અને મીન (નિઃશબ્દતા) ને સિદ્ધ દશાને પામવાની છે જે સ્વમયતા, સ્થિરતા, વિસંગતા, નિર્વિકલ્પકતા, નિઃશબ્દતા છે.
સમજત નાંહિ નિહર પતિ એતી, પલ એક જાત છમાસી; આનંદઘન પ્રભુ ઘરકી સમતા, અટકલી ઔર લખાતી. અજ્ઞ૩.
“આનંદઘન એવાં મારા પ્રભુ ! મારા ચેતન સ્વામી ! સમજતા નથી કે એની સમતારૂપ ચેતના તો એના ઘરની - એના આત્માની સ્વામીની પતિવ્રતાની ટેકવાળી અટકળી એટલે કે પતિવ્રતાની ટેકમાં અટળ રહેનારી, પતિને છોડીને કયાંય પણ બીજે નહિ જનારી, પતિની ગતિ જ જેની મતિ છે એવી પડછાયો બની સદાની સંગિનિ, સદા ટકનારી સતી સ્ત્રી છે કે જેના સતીત્વના લેખ તો શાસ્ત્રના પાને લખાય છે અને એના ગુણના ગાણા રોજ પ્રાત:કાળે ભરફેસરની સજઝાયમાં ગવાય છે. આવી સતીને છોડીને પરઘેર જવાય નહિ અને
જ્ઞાની મોક્ષદાતા છે.