________________
આનંદઘન પદ - ૧૩
(વાકે) સંગ માટે ઉદાસ - હતાશ - ખિન્ન બનો છો !”
“હે સ્વામી ! આપનો સ્વભાવ કાંઈ ઉદાસ થવાનો - હતાશ થવાનો નથી. આપનો સ્વભાવ તો ઉદાસીન રહેવાનો છે. શાતા કે અશાતા, સાનુકૂળતા કે પ્રતિકૂળતા, લાભ કે નુકસાન, જય કે પરાજય એ કંકોમાં આપે ઉદાસીન • નિકંદ્ર રહેવાનો આપનો સ્વભાવ છે તેને કેમ વિસારે પાડો છો ? ઉદાસ થવું એ તો દોષ છે જેમાં તમારા ઉદાસીન રહેવાના ગુણનું ધોવાણ થઈ રહ્યું
છે.”
કંત એટલે કંથ કે પતિ. સતી સ્ત્રીને પતિ એકજ હોય. એ પતિવ્રતા હોય. પતિનો પડછાયો બની રહી પતિની ગતિ જ જેની મતિ છે એવી સતી સ્ત્રીને પતિ સિવાયના સઘળાંય પુરષો પર છે અને ભાઈ, બાપ, દીકરા જેવાં છે. આવો, એક એવા પોતાના પરણીત પુરુષનો જ જેને તંત છે, તે કંત સાથેનો એકાન્તિક વ્યવહાર છે, જેને વજર્ય (બરજયો) ન થાય - એનો ત્યાગ નહિ કરાય. એથી વિપરીત જો અને કોની સાથે વ્યવહાર રાખવા જાય, સંબંધ સ્થાપવા જાય તો તેવી અનેકોની સાથે વ્યવહાર રાખનારી નારી લોકમાં એટલે કે જગત આખામાં જગતના લોકોની હાંસીનું - ટીકાનું પાત્ર બને છે અને તેની છાપ કુલટાની પડે છે.
યોગીરાજજીની આ વાત અધ્યાત્મિક રીતે વિચારીએ તો વિપરીત જણાશે પણ ઊંડી વિચારણાથી એમના કહેવાનો મર્મ પકડાશે તો વાતમાં તથ્ય જણાશે અને સ્વીકાર્ય બનશે.
જેનદર્શન અનુસાર અનેકાંત એ ધર્મ માર્ગ છે. તેથીજ જેનદર્શન, અનેકાન્તદર્શન કે સ્યાદ્વાદ દર્શન તરીકે ઓળખાય છે. એ અનેકાન્ત માર્ગ એક જ વારનો અંત એટલે કે નિર્વાણ પામી મુકિત મેળવવા અને પરમપદને પામવા માટે આપનાવવાનો છે. માર્ગ અનેકાન્તનો, નિરાગ્રહતાનો, સમગ્રતાનો છે પણ માર્ગ આખામાં લક્ષ તો ભકિતથી પરમપદની પ્રાપ્તિનું જ એક માત્ર હોવું ઘટે છે. માર્ગ અનેકાંતનો છે પણ એકાંતિક અને આત્યંતિક એવા મોક્ષ સુખને પામવા માટે છે. અનેકાંત એ વ્યવસ્થા છે તેનાથી પ્રાપ્ત થતો સમ્યફ એકાન્ત
દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્માની ચિંતવના એ જ મોક્ષમાર્ગ.