________________
આનંદઘન પદ - ૧૨
એટર્નીથી આપેલી ઓથોરીટી - સત્તાને વીવડ્રો (Withdraw) - રદ કરી પોતાની આત્મસત્તારૂપ સ્વરાજ્યનો સામ્રાજ્યનો સત્તાધીશ બને.
આવ્યવના ૪૨ ભેદ : ઈન્દ્રિયો ૫, કષાય ૪, અવ્રત ૫, યોગ ૩, મળી ૧૭ અને થતી ક્રિયાઓ ૨૫ એમ કુલ મળી ૪૨ આશ્રવના ભેદ છે. વિગતો નવતત્ત્વ પ્રકરણમાં જોઈ લેવી.
સંવરના પ૭ ભેદ : ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૨૨ પરિષહ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના અને ૫ પ્રકારના ચારિત્ર મળી સંવરના પ૭ ભેદ થાય છે જે પણ વિગતે નવતત્ત્વ પ્રકરણમાંથી જાણી લેવાં.
આ પદનો બોધ એ છે કે આ પ્રાપ્ત નરદેહે (માનવભવમાં) રમવા જેવી રમત તા આત્માનીજ છે, માટે આત્મા સાથે આત્મામાં રમો અને આત્મરમમાણ બની નરદેહ સાર્થક કરો. આજ હેતુથી પૂર્વના વિચક્ષણ બુદ્ધિના સ્વામી એવાં મહામના મહાપુરષોએ રમતમાં પણ આધ્યાત્મની ગૂંથણી કરી, જેથી રમત રમવા નીકળેલો પણ અધ્યાત્મ પામી જાય. સાપસીડીની રમત પણ આવી જ એક અધ્યાત્મના પાયા ઉપર રચાયેલી રમત છે.
પૂર્વકાળના ઋષિમુનિઓએ આધ્યાત્મને જીવન વ્યવહારમાં એવી તો તાણેવાણે ગૂંથી લીધેલ કે આર્યાવર્તની જીવનશૈલીથી સહેજે અનાયાસે ધર્મમય જીવન જીવાય. લગ્ન જેવી સંસારની ક્રિયામાં પણ આર્યાવર્તના ઋષિ મુનિઓએ એવી વિધિ ગોઠવી છે અને એવા ચોકાવનારા વિધાનો કર્યા છે કે જો જીવ વિચારક હોય તો ત્યાં લગ્નપ્રસંગે લગ્નની ચોરીમાં પણ વૈરાગ્ય પામ્યા વિના રહે નહિ.
શિવાજીના ગુરુ સ્વામી રામદાસ લગ્નની ચોરીમાં પરણવા બેઠેલા તે વખતે ગોર મહારાજ દ્વારા વરકન્યા સાવધાન, કાળી કંઠી સાવધાન વગેરે બોલાતા વિચારમાં ચડ્યા અને લગ્નની ચોરી છોડી ગોદાવરીમાં જઈ સમાધિ લીધી હતી.
પર વડે સુખ માનશો તો રોવાનો વારો આવશે.