________________
આનંદઘન પદ - ૧૨
૮૫
કારણે આશ્રવની શૂન્યતા થઈ, તે શૂન્યને દશમાં ઉમેરતાં સો ૧૦૦ ની સંખ્યા બને જે પૂર્ણતાની સૂચક છે અને એ સોની સંખ્યામાંથી એકને કાઢી કાઢી નાખતા શૂન્ય રહે. આમ દશની સંખ્યામાં એક (૧) નો અંક આત્માને સૂચવે છે તેમ શૂન્યના અંક પણ આત્માનો જ સૂચક છે. કારણ કે આત્મા એના શુદ્ધાત્મા-પરમાત્મ સ્વરૂપમાં શૂન્ય છે. સ્કૂલ નહિ, સૂક્ષ્મ નહિ પણ શૂન્ય એ આત્માનું સ્વરૂપ. અહીં શૂન્ય એટલે અભાવ એવો અર્થ નહિ કરતાં બાધ્ય બાધભાવ રહિતતા એવી અવ્યાબાધ અવસ્થા તે શૂલ્યાવસ્થા એવું અર્થઘટન કરવું. શૂન્ચ એટલે અસર અભાવ. જગતના કોઈ પણ પદાર્થની અસર થાય નહિ અને કોઈને કશી અસર (બાધા) પહોંચાડે નહિ. શૂન્યને કશામાં ઉમેરો કે શૂન્યને કશામાંથી બાદ કરો શૂન્ય શૂન્ય રહેશે અને તે તે રકમ તે જ રહેશે એવો ગણિતનો સિદ્ધાંત પણ કહે છે. મતલબ આત્મા એ રૂપી તત્વ નથી પણ અરૂપી એવું શૂન્ય તત્વ છે - પૂર્ણ તત્ત્વ છે. શૂન્ય ભલે વ્યવહાર ગણિતમાં શૂન્ય કહેવાતું હોય પણ શૂન્ચને સૂચવનારો પૂર્ણ વર્તુળનો આકાર (૩૬૦ ડીગ્રી ની) પૂર્ણતા સૂચક છે. એની સામે આશ્રવ અને સંવર એ બંને રૂપી તત્ત્વો છે.
આવી રીતે યોગીરાજજીએ આ બાવન પાનાના ગંજીફાના દૃષ્ટાંતથી જડ તત્ત્વ (અજીવ) અને ચેતન તત્ત્વ (જીવ) એવાં રૂપી અને અરૂપી તત્ત્વના ભેદજ્ઞાનથી આધ્યાત્મિક માર્ગનો પ્રકાશ પાડ્યો છે.
આ પંકિતનું ચોપાટની બાજીના પાસા ઉપર અંકિત કરાતા આંકને અનુલક્ષીને યોગનિષ્ઠ આચાર્ય ભગવંત પૂજ્ય બુદ્ધિસાગરસૂરીજીએ અર્થઘટન કર્યું છે તે પણ તાત્વિક છે જે નીચે મુજબ છે.
ચોપાટની બાજીમાં વપારાતા પાસા ઉપરના અંકિત અંક વિષે વિવેકપુર સર ગણવામાં આવે તો ચૌદ ગુણસ્થાનકની વાતોનો તાળો સારો મળે છે. પાસા ઉપર અંકિત પાંચના અંકની બરોબર સામી બાજુની સપાટી ઉપર બેનો અંક અને છના અંકની સામે એકનો અંક અંકિત કરેલો જણાશે. એ સૂચવે છે કે ૫ + ૨ = ૭ માં ૬ + ૧ = ૭ ઉમેરતાં ચૌદ ગુણસ્થાનક થાય છે.
ગ્રહણ અને ત્યાગ જ્યાં છે તે વ્યવહાર આત્મા છે, નામધારી છે.