________________
આનંદઘન પદ - ૧૨
૮૭
કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાથી રંગતી માચતી ફરી રહી છે. તાત્પર્ય એ છે કે અજ્ઞાન, મોહ, મૂઢતા, માયા, મમતા, દુર્બુદ્ધિ પોતાના કુસંગના કુરંગથી જગતના જીવોને રંગી તેમની ઉપર પોતાનું કુશાસન ચલાવતી રાચી માચી રહી છે. પરંતુ અવધૂતયોગી આનંદઘનજી તો કહે છે કે હું હવે આ રમતમાં ગણવાની રીત શીખી ગયો છું અને એ ગણતરીના જોરે મારી ચાલ એવી ચાલીશ કે હું તને ફાવવા તો નહિ દઉં પણ તને હરાવીને જંપીશ કેમકે મોહનિદ્રામાંથી હું જાગ્રતા થઈ ગયો છું અને સમજ-સુમતિ સમતાનું બળ મેં મેળવ્યું છે. | લાલ જરદ એટલે લાલનો રાજા કે લાલનો બાદશાહ એ તેરમું પાનું છે. ઉપરની પંકિતઓના વિશ્લેષણમાં આપણે જોયું કે અંકની ગણતરી ૯થી પૂરી થઈ અને દશમા પત્તા દસ્સામાં એક એવાં આત્માને એ આત્માની મૂળ માલિક શૂન્યદશા અવ્યાબાધ અવસ્થા પ્રાપ્ત થતાં કાર્યસિદ્ધિ થઈ ગઈ. એ કાર્યસિદ્ધિ કયારે થાય કે જયારે લાલનો રાજા અર્થાત્ લાલચોળ સૂર્યપ્રકાશ જેવો જ્ઞાનપ્રકાશ જે સ્વ-પર પ્રકાશક છે, સર્વોચ્ચ પ્રકાશ છે તે એટલે કેવળજ્ઞાન સ્વ ઘેર આવે. એટલે કે કેવળજ્ઞાન જે પ્રાપ્તની પ્રાપ્તિ છે તેનું પ્રગટીકરણ થાય. તો કહે છે કે એ તેરમું પત્ત કેમ કરીને આવે ? સમાધાન આપે છે કે જે એકને શૂન્ય બનાવવો છે તેમાં તે શૂન્યને હાલ પૂરતું બાજુએ રાખી એકને એકથી જોડો એટલે અગિયાર થશે. અર્થાત સૂત્ર બનવા માટે આત્માને આત્મા સાથે જોડો. આત્મામાં કરો. અગિયારમું પતુ ગુલામ છે. એ ગુલામ ગુલામી દશામાંથી છૂટી સ્વતંત્ર સ્વાવલંબી બનવા પ્રેરે છે એટલે કે સ્વ છે તે સ્વની સાથે જોડાઓ તો સ્વાવલંબી સ્વતંત્ર સ્વસ્થ બનો. એ માટે કહે છે કે હવે એકને બે જોકે એટલે કે સુમતિ અને સમતારૂપી રાણીઓ સાથે જોડો કે જે રાજાનું જીવન છે. આમ એકને બેથી જોડતાં બારમું પતું રાણી આવી. - હવે એક આત્માને ત્રણ જ્ઞાન દર્શન ચારિત્ર સાથે જોડતાં એક અને ત્રણ ભેગાં થતાં લાલનો રાજા - લાલનો બાદશાહ બને. આ જ્ઞાન દર્શન ચારિત્ર પર ઘેર એટલે કે વિનાશી એવા દેહમાં ગયાં છે તેથી તે મિથ્યા બન્યા છે - વિનાશી જોડે વિનાશી થયાં છે. દેહ એ તો મસાણિયુ ઘર છે. મસાણમાં ખાખ થનારા દેહ ઉપર ફોગટના મોહ્યાં છીએ. આ લાલના બાદશાહની બાદશાહી
જે અરૂપી - અનામી છે તે ગ્રહણ કરતો નથી માટે ત્યાં ત્યાગ નથી.