________________
આનંદઘન પદ - ૧૨
સાચી રીતે કરી, રમતના હાર્દને સમજી ગણિતાનુયોગથી આત્માના ગણિતને ઉકેલી શકે છે. આને ઉકેલનારા શ્રેષ્ઠ બુદ્ધિના સ્વામી લેખાય છે જે સાચા અર્થમાં માનના અધિકારી છે અથવા તો આ ગંજીફાની બાવન પત્તાની રમતના પાનાની ગોઠવણી પોતાના આત્મા ઉપર લઈ જઈ તેમાંથી અધ્યાત્મ બોધનો માર્ગ લેનારા અને તેના લેખા કરીને બોધદાયક ગણિત પદ્ધતિને માન્ય કરી એને લક્ષમાં લઈ આચરણમાં ઉતારનારા બુદ્ધિવંત નરવીરો બહુ જૂજ હોય છે.
રાગ દોષ મોહક પાસે, આપ બનાએ હિતકર, જૈસા દાવ પરે પાસેકા, સારી ચલાવે ખિલકર. પ્રાની..૨.
આખુંય જગત રાગ દ્વેષ મોહના પાસ (બંધન)માં બંધી (કેદી) બનેલા છે. આ બંધનમાંથી છૂટકારો મેળવી મુક્ત થવાને ઇચ્છુક કેટલા નરબંકા મળશે ? આવા મુકિતવાંછુક નરવીરો જેની જેની નજરે ચઢ્યા છે તે આત્મા સ્વ કાર્ય સાધી સીધા સિદ્ધભગવંતની હરોળમાં સ્થાન પામ્યા. આપણા આત્માનું હિત થાય, મંગલ થાય, કલ્યાણ થાય એવા લાભની ગણતરી રાખી ખેલ ખેલવાનો છે. આ ખેલમાં આત્મ તત્ત્વ હાથ લાગી જાય - મળી જાય તો તે એવી અમુલખ ચીજ છે કે જેવી ભક્ત કવિ મીરાંબાઈએ એને પીછાની છે. પાયો જી મૈંને રામ-રતન ધન પાયો (૨) ટેક.... વસ્તુ અમલક, દી મેરે સગર, કિરપા કર અપનાયો. પાયોજી...૧. જનમ જનમ કી પૂંજી પાઈ, જગમેં સભી ખોવાયો. પાયોજી...૨. ખરચે ન ખૂટે, વાંકો ચોર ન લૂટે દિન દિન બઢત.
સવાયો. પાયોજી...૩. તન કી નાવ, ખેવસ્યા સદ્ગર ભવસાગર તર આયો. પાયોજી..૪. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર હરખ હરખ જસ ગાયો. પાયોજી...૫.
જેવાં પાસાના દાવ ફેંકાશે તેવી ખેલદીલી પૂર્વક રમત આગળ ચાલશે. આ પંકિત દ્વારા આનંદઘનજીનું કહેવું છે કે હે ચેતન ! પ્રતિ સમયે થતા કર્મોના ઉદયકાળે દુર્બુદ્ધિ તને કાવાદાવામાં રમાડી ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે તે વખતે તું જો જાગૃત રહીશ તો જ તેના દ્વારા થતા નુકસાનથી બચી શકીશ.
પોતે જ્યાં નથી ત્યાં તેની બાદબાકી ન કરે તો તેનું ઠેકાણું ન પડે.