________________
આનંદઘન પદ ૧૨
એ મળેલાં પત્તાથી, સામો કેવાં પત્તા કયારે ઉતરે છે તે જોઈ વિચારી આપણે આપણા પત્તા ઉતરવા અને બાજી જીતવી તે કુનેહ - આવડત - બુદ્ધિબળ છે. આ રમતોથી ધારણા, એકાગ્રતા, સમતા, ધીરજ, બુદ્ધિ આદિની ખિલવણી થતી હોય છે.
રમત વિષેની આટલી પૂર્વભૂમિકાના આધારે હવે અવધૂતયોગીશ્રી આનંદઘનજીના પદનું વિશ્લેષણ કરીશું.
કુબુદ્ધિ કુબ્જા કુટિલમતિ, સુબુદ્ધિ રાધિકા નારી; ચોપર ખેલે રાધિકા, જીતે કુબસા હારી....૧,
७८
રાવણની પટરાણી મંદોદરીની દાસીનું નામ કુબ્જા હતું. એ કાળમાં ગામ પરગામ ભટકનારી અસ્થાયી વણઝારા કોમની સ્ત્રીઓને દાસી તરીકે રાખવામાં આવતી હતી. આ પદમાં યોગીરાજજી કુબુદ્ધિને કુબ્જા દાસી સાથે સરખાવે છે.
આ કુબુદ્ધિ કુટિલ મતિવાળી કપટી હોય છે અને તેથી તેની ગતિ (ચાલ) પણ ન સમજાય એવી માયાવી જટિલ અને કુટિલ હોય છે. એ આત્માને અવળે માર્ગે ચલાવનારી હોઈ, આત્માની ભારે અપરાધી હોય છે. કુબુદ્ધિ આત્માના ગુણોને વિકૃત કરી અપવિત્ર (મેલો-કાળો) બનાવે છે. કુબુદ્ધિ કુબ્જા મોહના પક્ષમાં રહી વીતરાગી એવાં આત્માને રાગ દ્વેષી બનાવે છે. કુબુદ્ધિ મોહના પક્ષમાં રહીને જીવની પાસે આ સંસારમાં ચાર ગતિના ભવભ્રમણની ચોપાટ ખેલાવડાવે છે અને એ જીવ ભવભ્રમણથી મુકત ન થઈ જાય અને ભમતો જ રહે તે માટે કુટિલ ચાલ ચાલે છે.
પૂર્વના કાળમાં રાજા હરિસચંદ્ર, નળરાજા, પાંડવો, કૌરવો ચોપાટ ખેલ્યા હતાં. મહાભારતના યુદ્ધના મૂળમાં પણ આ સોગઠાબાજી ચોપાટની રમત હતી. સરળ સ્વભાવી એવાં યુધિષ્ઠિરને ચોપાટ રમવા મજબૂર કરી એની સરળતાનો લાભ લઈને દુષ્ટ એવાં દુર્યોધને કપટી શકુનિમામાના સાથમાં, કપટથી પાસા નાંખી યુધિષ્ઠિરને હરાવેલ અને પાંચાલી સહિત સર્વસ્વ જીતી લીધેલ.
-
વિદ્વતા અને વાવિવાદથી આત્મા હાથમાં આવતો નથી.