________________
૮૨
આનંદઘન પદ
-
૧૨
કર્મોના ઉદયકાળે જીવ તારી પાસે તારા પક્ષે સુમતિ અને સમતા હશે તો જ તું બચી શકીશ. ગંજીફાની કે સોગઠાબાજીની ચોપાટની રમતમાં જે પ્રતિપળે જાગૃત હોય છે તે જ સામા પક્ષની ચાલબાજીમાં ફસાતો નથી. આ રમતમાં રમનારે બધાંની બધી ચાલને જોતાં રહી પોતાની ચાલ ચાલવાની હોય છે અને સામાની ફસામણી કરનારી ચાલથી બચતા રહેવા પૂર્વક સામાની ચાલની સામે આક્રમક ચાલ ચાલીને એને મહાત કરી જીત મેળવવાની હોય છે. આ માટે સતત જાગૃત - સાવધ રહેવું પડતું હોય છે. ગાફેલ રહ્યાં તો ગોળા ભેગી ગોફણ ગુમાવવા જેવું થાય છે. મોહ માયા મમતા સામેના જીવન સંગ્રામમાં પણ દુર્બુદ્ધિથી થતાં નુકસાનથી બચવા અને દુર્બુદ્ધિને મહાત કરવા આત્માએ સતત સુમતિની યોજનાબદ્ધ ચાલ ચાલવી પડે છે.
પાંચ તલે હૈ દુઆ ભાઈ, છકા તલે હૈ એકા; સબ મિલ હોત બરાબર લેખા, યહ વિવેક ગિનવેકા, પ્રાણી...૩.
આ પંકિતથી યોગીરાજ રમતમાં ગણતરીનો વિવેક કેમ કરવો અને ગણવાના વિવેકથી આધ્યાત્મ કેમ તારવવું તેની રીત બતાવે છે. ગંજીફાના બાવન પાનાની વિવેકપૂર્વકની ગોઠવણીથી અધ્યાત્મ તારવી શકાય છે.
બાવન પાનામાં ચાર રંગના, લાલ ચોકટ ફુલ્લી અને કાળીના એકેકના તેર પાના છે. આ તેરમાં એકથી દશ સુધી અંકના ક્રમાંક અનુસારના પાના છે અને બાકીના ત્રણ ગુલામ, રાજા, રાણી જેને પાનાની રમતમાં બાવલા કહે છે તે પાના છે.
પહેલી પંકિતમાં એક્કા, દુરીથી લઈ સત્તા સુધીના પાનાની ગોઠવણીની વાત ગૂંથવામાં આવી છે. એક બાજુ એક્કો અને છગ્ગો છે તો બીજી બાજુ દુઆ કહેતાં દૂરી છે અને પાંચ કહેતાં તીરી, ચોક્કા, પંજા, છક્કા અને સત્તાની વાત વિચારવાની છે. આ પાંચ ૩+૪+૫+૬+૭ પાનાનો સરવાળો પચ્ચીસ (૨૫) થાય છે. પાંચમાં પરમેશ્વર વસેલાં છે તે પંચ પરમેષ્ઠિ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે, જે પાછા મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનમાંથી કોઈને કોઈ જ્ઞાનના ધારક એવાં જ્ઞાની છે. એ પાંચ પરમ
બુદ્ધિ અને ઈન્દ્રિયો જો બહીર્લક્ષી બને તો અજ્ઞા કહેવાય.