________________
૭૮
આનંદઘન પદ - ૧૨
રઝળવાનું ચાલુ રહે છે. આર્યાવર્તમાં રમાતી રમતોમાં પણ આ પ્રકાશ અને અંધકારના જંગને વણી લેવામાં આવેલ છે.
શતરંજ અને ચોપાટ રજવાડી રમત છે. શતરંજ એ બુદ્ધિબળની રમત છે. એમાં કુકર્મો કરાવવાવાળી કુરૂપ કુન્જા કુબુદ્ધિને સુકર્મો કરાવવાવાળી સુરૂપ સુબુદ્ધિથી હરાવવાની હોય છે, તેથી બાજીમાં ખાના-ચોકઠા કાળા ધોળા હોય છે. તેમ સામસામે પાયદળ, ઘોડા, હાથી, ઊંટ, રાજા, વઝીરનું બનેલું સૈન્ય પણ કાળા ધોળા રંગનું હોય છે. આ રમતમાં બુદ્ધિબળ જ્ઞાન-પ્રજ્ઞાનો ઉપયોગ કરી જય પામવાનો હોય છે. અહીં પુરુષાર્થ - સાવધતા - જાગૃતિની પ્રધાનતા
ચોપાટ એ જુગારની રમત છે. એમાં ચાર પટ હોય છે જેના કેન્દ્રમાં ઘર હોય છે. ચાર પટમાં ચોર્યાસી ખાના હોય છે. ચાર પટ, ચાર ગતિ અને ચોર્યાસી ખાના ચોર્યાસીના ફેરાનો નિર્દેશ કરે છે. આ રમત પાસા ફેંકી જેટલા દાણા પડ્યા હોય તે મુજબ ચાલ ચાલવાની હોય છે. પાસા સીધાં પડે અને જોઈતા દાણા (અંક) મળે તો જીત થાય છે અર્થાત્ પાસા પોબાર થાય છે. પાસા. ફેંકવાની કુનેહ અને આવડતથી લોકો ધાર્યા પાસા પાડતા હોય છે છતાં પ્રધાનતા ભાગ્યની હોય છે. આ રમત સૂચવે છે કે કર્મલઘુતા અને કાળપરિપકવતાનો સાથ મળે તો જીત થાય.
એજ રીતે ઘેર ઘેર પ્રાચીનકાળથી રમાતી આવતી રમત ગંજીફાની એટલે કે બાવન પત્તાની રમત છે. આ રમતમાં ભાગ્ય અને કુનેહ - આવડત - બુદ્ધિબળ ઊભય ભાગ ભજવે છે. આ રમતના બાવન પાના બાવન સપ્તાહને સૂચવે છે તો લાલ અને ચોકટ સુબુદ્ધિ, સમતા, પ્રકાશના સૂચક છે તો કાળી, ફુલ્લી, કુબુદ્ધિ, મમતા, અંધકાર સૂચક છે. ચાર રંગના પાના ચાર ઋતુઓને સૂચવે છે. એક્કાથી દસ્સા સુધીના પાના ૧ થી ૧૦ ના મૂળ અંક તથા પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય મળી થતી દશ ઈન્દ્રિયોના સૂચક છે અને ગુલામ, રાણી અને રાજા એ તામસ, રાજસ, સાત્વિક એવી ત્રિગુણાત્મક પ્રકૃતિના સૂચક છે. પત્તાની વહેંચણીમાં પત્તા મળવા તે ભાગ્ય-પ્રારબ્ધ છે પણ
આત્મા આત્માને ઓળખી, એમાં સ્થિત થાય તો કર્મ તૂટે.