________________
આનંદઘન પદ - ૧૧
કલા કરતો મોર જયારે આવું અપ્રતિમ અનુપમ રજવાડી નિજરૂપ બનાવે છે તે જોતાં જાણે લાગે છે કે મોરે મોહરૂપી સર્પો (શત્રુઓ) ને હણવા ચાંચરૂપી તીક્ષ્ણ ખડગ (ગ) ધારણ કર્યું છે (ધરીરી) અને શત્રુના હુમલાથી રક્ષણ મેળવવાં કલાપરૂપી ઢાલ ધારણ કરી છે.
એવું લાગે છે કે જાણે પોતાના આવા નિરૂપમ રૂપથી મોર આત્માનુભવનની કોઈ વડેરી (શ્રેષ્ઠ) રીત જાણે ન બતાવતો હોય !
ટોપ સન્નાહ શૂરકો બાનો, એક તારી ચૌરી પહિરીરી સત્તાં થલમેં મોહ વિદારત, એ એ સૂરિજન મુહ નિસરીરી.૨.
છોગા સહિતની ઊંચી લાંબી ટટાર ડોકથી જાણે લશ્કરી ટોપી પહેરેલ, જરીયાન વસ્ત્રોથી જાણે (સન્નાહ) બખ્તર ધારણ કરેલ હોય, ધનુષ્યના ટંકાર જેવો ગુંજતો ગંભીર ટહૂકો (ગેહકાટ) જાણે કોઈ શૂરવીરનો રણમેદાનમાં શત્રુને પડકાર આપતો હોય, એકતારી ચોરી - જાણે સૂરવાળ પહેરી હોય અને પોતાની રાજયહદમાં પોતાની સત્તા મર્યાદામાં આવતી ઢેલોને હડસેલતો - ભગાડતો મોર જાણે મોહરૂપી સર્પોને - શત્રુઓને વિદારતો એટલે વિનાશ કરતો હોય એવો એક રણવીર યોદ્ધા જેવો શોભે છે એવું મેં સૂરિજનો - જ્ઞાનીજનોના મુખેથી - નિસરતી નિકળતી વાણીથી જોયું.
કેવલ કમલા અપચ્છર સુંદર, ગાન કરે રસ રંગ ભરીરીક
જીત નિશાન બનાઈ બિરાજે, આનંદઘન સર્વગ ધરીરી. અતિ સ્વરૂપવાન સુંદર, રૂપ રૂપના અંબાર એવી ઉર્વશી, મેનકા, રંભા જેવી અપ્સરાઓ યોગીનો તપોભંગ કરવા, તેમનું ચિત્ત ચલાયમાન થાય તે માટે માહજન્ય રસ ભરપૂર કામરાગના રંગે રંજીત થઈ નાગચાન કરે ત્યારે મુનિઓ તેની સામે આંખ ઊંચી કરીને જોતાં પણ નથી, જેમ મોર ઢેલને પોતાની નજીક ફરકવા દેતો નથી. મોરની જેમ મુનિઓ પણ ઉપશમરસથી ભરપૂર ચિત્તવાળા પર્વતની શિલા ઉપર આસનસ્થ ટાઢ તાપની તીવ્ર વેદનાઓ પામવા છતાં, વનમાં વાઘ, સિંહ, સર્પ આદિથી વીંટળાયેલા હોવા છતાં તે સમાધિવંત રહે છે અને એવાં વાતાવરણની વચ્ચે પણ નિર્ભય બની ચારિત્રયોગને
શ્રદ્ધામાંથી સ્વભાવની પ્રતીતિ ખસી જાય તો માત્ર ક્રિયા જ રહે.