________________
આનંઘન પદ
.
૧૧
૭૫
હોય તો કહી શકાય છે કે મોર તો સર્પ પ્રત્યે જાતિયૈર ધરાવતુ પક્ષી છે. સર્પને જોતાંજ તે પોતાની ચાંચમાં રહેલી તીક્ષ્ણતા દ્વારા તેના બે ટૂકડા કરી ઉડી જાય છે, માટે તે હિંસક છે. જન્મજાત વૈરી છે. જો આવો નિષેધાત્મક અભિગમ યોગીરાજજીએ અપનાવ્યો હોત તો મોરના જીવન ઉપર વિચાર કરતાં, તેમને જે સાધનાનો માર્ગ મળ્યો તે ન મળત અને તો તેઓ પોતે એક અવ્વલકક્ષાના યોગીરાજ ન બની શકયા હોત. તેમજ આપણને સૌને અધ્યાત્મનું સર્વોચ્ચ શિખરાન્વિત્ માર્ગદર્શન આપી શકયા હોત નહિ. માટે આ પદ રચના ઉપરથી એટલો સાર ખેંચવાનું મન થાય છે કે કોઈની પણ પ્રકૃતિને જોયા પછી આપણે તેમાં દોષારોપણ કયારેપણ કરવું જોઈએ નહિ પણ તેની પ્રકૃત્તિમાં જે જે વિશેષતાઓ પડી છે તે શોધીને આપણુ જીવન સાધનામય તેમજ પરોપકાર પરાયણ બનાવવુ જોઈએ.
विद्याविनय संपन्ने ब्राह्मणे गवि हस्तिनः । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिन् ॥
એક ખોટો વિકલ્પ આત્માને અનંતકાળ રખડાવી શકે છે.
-
રેલ્વેની મુસાફરીમાં કે પ્લેનની મુસાફરીમાં યોગાનુયોગ સદ્ભાગ્યે કે કમભાગ્યે આપણી બેઠક કોઈ મુસલમાનની બાજુમાં આવી હોય, મુસાફરી લાંબી હોય અને તે પોતાની સાથે રહેલ ભાતાનો ડબ્બો ખોલી તેમાંથી રાંધેલ માંસ ખાતો હોય અને તે વખતે આપણને ચીતરી ચઢે, મનોમન તેના ઉપર દ્વેષ ઓકયા કરીએ તો આપણે તેની પ્રકૃતિને બારીકાઈથી નિહાળી ન્યાય આપ્યો ન કહેવાય પણ તેના ઉપર ઘોર અન્યાય કરી આપણા આત્માને કર્મબંધથી ભારે બનાવ્યો કહેવાય. તે વખતે એજ વિચારાય કે હું ભાગ્યશાળી કે મને જૈન પુદ્ગલ મળ્યું છે તેથી મારી પ્રકૃતિ આજે શાકાહારી બની છે. તેને મુસ્લિમ પુદ્ગલ મળ્યું છે માટે તેની પ્રકૃતિ માંસાહારી છે. બધી કર્મજનિત ઔદયિક અવસ્થાઓ છે. આમ સમન્વય સાધી અંદરથી શાંત-પ્રશાંત-ઉપશાંત બનીએ, માત્ર દૃષ્ટાભાવે તેને નિહાળીએ, જરાપણ અરૂચિ ન કરીએ તો આપણે સ્યાદ્વાદને અમલી બનાવ્યો કહેવાય અને આનંદઘનજીના આ પદને યથાર્થ પરિપ્રેક્ષ્યમાં સમજ્યા કહેવાઈએ. જેમ ચિત્તનું તેમ દૃષ્ટિનું પણ સામ્ય કેળવવું જોઈએ. પંડિતની વ્યાખ્યા કરતા ગીતાએ અ.૫ શ્લોક ૧૮માં ગાયું છે