________________
આનંદઘન પદ - ૧૧
o
અત્રે પ્રાસંગિક એક વાત કરી લઈએ કે જેમ જેમ પુણ્ય વધે, શુદ્ધિ વધે તેમ તેમ જીવને ઊંચા, શુભ અને શુદ્ધ પુદ્ગલો આવી મળતાં હોય છે. એ ઉત્તમ પુગલો પાછા વિશુદ્ધિના સ્વામી પુણ્યશાળી આત્માથી સંબંધિત બનીને એવાં તો શુભના પ્રવર્તક બને છે કે એ આત્માથી વિખૂટા પડી ગયા પછી પણ પાછળ રહેલ એ પુદ્ગલો જ્યાં જાય ત્યાં એની અસર બતાડતા હોય છે જેમાં કે તીર્થકર ભગવંતની દાઢાઓ, દક્ષિણાવર્ત શંખ, વિશિષ્ટ પ્રકારના મણિ, રત્નો ઈત્યાદિ.
મોર વિષયમાં આટલી જરૂરી જાણકારી મેળવ્યા બાદ હવે આપણે કવિરાજ અવધૂતયોગીશ્રી આનંદઘનજીની પદરચનાને સમજીએ.
આતમ અનુભવ રીત વરીરી. આતમ.
મોરબનાએ નિજરૂપ નિરૂપમ, તિરછણ રૂચિકર તેગ ધરીરી. આતમ...૧. પોતાનો પરમાત્મ સ્વરૂપ આત્મા, પોતાના જ શરીરમાં બિરાજી રહેલ હોવા છતાં તેનો અનુભવ આનંદઘનજીને થતો નહોતો. એને અનુભવવાની એમને તીવ્ર તાલાવેલી હતી. અંદરમાં સતત ઉહાપોહ થયા કરતો હોય છે. તેવામાં કોઈ સૂરિજન એટલે શ્રી પૂજય ગાદીપતિનો સંયોગ થયો અને એમના મુખેથી નિસરી પડેલી વાણીથી જાણવા મળ્યું કે મોરપક્ષી એ પૂર્વના યોગસંસ્કારને ' લઈને આવેલો યોગીપુરુષનો આત્મા છે જે મોરની એક યોગીના જેવી જીવનશૈલી જોતાં સહેજે ખ્યાલમાં આવે એમ છે. આ વાત જાણીને મોરપક્ષીના જીવનને બારીકાઈથી નિરખતા મને આતમ અનુભવને વરવાની (વરીરી-વડેરી) શ્રેષ્ઠ રીત - જાણે કે ચાવી જ હાથ લાગી ગઈ.
પોતાના (તિરછર) તિરછાં રહેલાં પીંછીઓને ઊંચા કરી ગોળાકારે ફેલાવી કલાપ ધારણ કરી ડોક ઊંચી રાખી મોર જયારે કલા કરતો હોય છે ત્યારે અત્યંત આકર્ષક (રૂચિકર) લાગે છે. સાથે માથે છોગા સહિતની લાંબી ડોક ટટાર ઊંચી રાખેલો જાણે યુદ્ધના મેદાનમાં લશ્કરી ટોપી પહેરેલા સેનાધિપતિ જેવો કે પછી રાજમુગુટ ધારણ કરેલ રાજરાજેશ્વરની છટાથી છાજતો શોભે છે.
દેશના સાંભળતી વખતે જેનું જોર સ્વભાવ ઉપર નથી તે શુભાશુભમાં ઢળે.